ફિલ્મ 83 માં બોમન ઈરાની ઇન્ડીયન ક્રિકેટ ટીમના ફોર્મર ઓપનીંગ બેટ્સમેન અને વિકેટકીપર ફારુખ એન્જિનિયરના પાત્રમાં જોવા મળશે. ફારુખ એન્જિનિયર ૧૯૮૩ ના વર્લ્ડ કપ દરમિયાન ભારતના એકમાત્ર કોમેન્ટર પણ હતા.
ફિલ્મ 83 વર્લ્ડ કપ ક્રિકેટમાં ભારતની પ્રથમ જીત પર આધારિત છે. આ ફિલ્મમાં રણબીર સિંહ કપિલ દેવની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ કપિલ દેવની પત્નીનો રોલ પ્લે કરતી જોવા મળશે. આ ફિલ્મને કબીર ખાન ડાયરેક્ટ કરી રહ્યા છે. આગામી વર્ષે 10 એપ્રિલના ફિલ્મ રીલીઝ થશે.