નવી દિલ્હીઃ હાલમાં કેનેડામાં રમાઇ રહેલી ગ્લૉબલ ટી20 મેચમાં એક ખાસ ઘટના સામે આવી છે. શુક્રવારે મોન્ટ્રેલ ટાઇગર્સ અને વિનિપેગ હૉક્સ વચ્ચે મેચ રમાઇ રહી હતી. મેચ દરમિયાન સ્ટેડિયમમાં બૉમ્બ હોવાની વાત ફરતી થઇ જેના કારણે પોલીસ બોલાવવી પડી હતી. પોલીસે તપાસ શરૂ કરી જેના કારણે મેચ મોડી શરૂ થઇ હતી. મેચમાં સુરક્ષાના કારણોને લઇને 90 મિનીટ લેટ શરૂ કરવી પડી હતી, જેના કારણે બન્ને ટીમો વચ્ચે 12-12 ઓવરની જ મેચ રમાડવી પડી હતી.

સ્પોર્ટ્સ મીડિયાના અહેવાલ પ્રમાણે, સ્ટેડિયમમાં બૉમ્બ હોવાના અફવા ફેલાઇ હતી, ત્યારે પોલીસે એન્ટ્રી રોકીને બધાનો સામાન ચેક કરવાનું શરૂ કર્યુ હતુ.



જોકે, બાદમાં જીટી20 કેનેડાના ટ્વીટર હેન્ડલ પરથી મેસેજ આવ્યો કે મેચ ટેકનિકલ કારણોના કારણે રોકવી પડી હતી. કેટલાય ફેન્સે સ્ટેડિયમની બહાર લાંબી લાઇનોમાં ઉભા રહીને પરેશાન થવાની ફરિયાદ કરી હતી.