નવી દિલ્હીઃ સુરેશ રૈના ટી20માં 8 હજાર રન પૂરા કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયા છે. સાથે જ રૈના 300 ટી20 મેચ રમનાર બીજા ભારતીય ખેલાડી છે. આ પહેલા એમ એસ ધોની 301 મેચ રમી ચૂક્યા છે. 32 વર્ષના રૈના સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં યૂપી તરફતી રમી રહ્યા હતા. યૂપીએ પુડુચેરીને 77 રને હાર આપી હતી. રૈનાએ મેચમાં 18 રન બનાવ્યા. રૈનાએ પોતાની આંતિમ આંતરરાષ્ટ્રીય મેચ વિતેલા વર્ષે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમ્યા હતા.




32 વર્ષીય રૈનાએ 300 ટી20 મુકાબલામાં 33.47ની સરેરાશથી 8001 રન બનાવી લીધા છે. ટી20 ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનારા બેટ્સમેનની વાત કરીએ તો ડાબા હાથના બેટ્સમેન રૈના હાલ છઠ્ઠા સ્થાન પર છે. રૈનાએ તેની ટી20 કરિયરમાં ચાર સદી પણ ફટકારી છે.



ટી-20 ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેનમાં વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલ 12298 રનોની સાથે પહેલા સ્થાન પર છે. તે બાદ બીજા સ્થાન પર ન્યુઝીલેન્ડના બ્રેન્ડેન મેકલમે 370 મેચોમાં 9922 રન બનાવ્યા છે. વેસ્ટ ઇન્ડીઝના પોલાર્ડ 8838 રનોની સાથે ત્રીજા અને શોએબ મલિક 8603 રનની સાથે ચોથા નંબર પર છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી બહાર ચાલી રહેલા ઓસ્ટ્રેલિયાના પૂર્વ વાઈસ કેપ્ટન ડેવિડ વોર્નર 8111 રનોની સાથે પાંચમાં સ્થાન પર છે.



ભારતીય બેટ્સમેનની વાત કરીએ કેપ્ટન વિરાટ કોહલી 7833 રનોની સાથે આ લિસ્ટમાં બીજા નંબર પર છે. કોહલીએ 251 મેંચોમાં 40.79ની સરેરાશ આ રના બનાવ્યા છે. કોહલીએ ચાર સદી ફટકારી છે. જ્યારે રોહિત શર્માના નામે 299 મેચમાં 7795 રન છે.