નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટ સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના કેમ્પ નષ્ટ કર્યા છે. આ કામને વાયુસેનાના મિરાજ 2000 દ્વારા અંજામ સુધી પહોંચાડવામાં આવ્યા છે. ભારત તરફથી કરવામાં આવેલ આ કાર્રવાઈમાં 300 આતંકીથી ઠાર મર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારે પાકિસ્તાનના રક્ષામંત્રી પરવેઝ ખટકે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું ખે, ભારતીય વાયુસેનાના વિમાન અંધારામાં આવ્યા અને બોમ્બ વર્ષા કરી ગયા. અંધારમાં અમને ખબર ન પડી અને અમે રાહ જોતા રહ્યા. તેમણે કહ્યું કે, પાકિસ્તાનના સુરક્ષા દળો જવાબ આપવા તૈયાર હતા પણ અંધારું હોવાના કારણે તેઓ આમ કરી શક્યા ન હતા.


પત્રકાર નાયલા ઇનાયતે આ વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં પાકિસ્તાનના રક્ષા મંત્રી ભારતના હવાઈ હુમલાની પૃષ્ટિ કરે છે અને આગળ કહે છે કે વાયુ સેના તૈયાર હતી પણ અંધારુ હોવાના કારણે નુકસાનનો અંદાજ લગાવી શક્યા નહીં. તેમણે દાવો કર્યો છે કે પાકિસ્તાની વાયુ સેનાએ પહેલા નુકસાનનો અંદાજ લગાવવાની રાહ જોઈ હતી. જો ભારતે ફરી આમ કર્યું તો તેમને જવાબ આપવામાં આવશે. આ દરમિયાન વિદેશ મંત્રી શાહ મહમુદ કુરેશી વાતને સંભાળી લેતા જોવા મળે છે અને દાવો કરે છે કે પાકિસ્તાનની વાયુ સેનાના વિમાન ઉડાણ ભરી ચૂક્યા હતા. તેને જોઈને ભારતીય વિમાન પાછા ચાલ્યા ગયા હતા.