ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સીરિઝમાં જસપ્રીત બુમરાહની જગ્યા કયા ખેલાડીને અપાયું સ્થાન, જાણો વિગત
ટીમ ઈન્ડિયા માટે બુમરાહે અત્યાર સુધી 44 વનડે મેચોમાં 21.01ની સરેરાશથી 78 વિકેટ તો 40 ટી20માં 20.47ની સરેરાશથી 48 વિકેટ ઝડપી છે. તે ટીમ ઈન્ડિયાનો સૌથી મહત્વપૂર્ણ બોલર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત ટીમ ઈન્ડિયાના કોચ તથા કેપ્ટન ઉપરાંત દરેકે ઓસ્ટ્રેલિયામાં ભારતની ઐતિહાસિક જીતમાં ચેતેશ્વર પૂજારા અને બુમરાહની ભૂમિકાના વખાણ કર્યાં હતાં. જ્યારે ઓસ્ટ્રેલિયા અને ભારતના તમામ દિગ્ગજોએ બુમરાહને આવનારા સમયનો મહાન બોલર કહ્યો હતો.
બુમરાહે ઓસ્ટ્રેલિયાની વિરૂદ્ધ ચાર ટેસ્ટ મેચોની સીરિઝમાં 17ની સરેરાશથી 21 વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાની કમર તોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. તેણે આ સીરિઝમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે નંબર 1 રહ્યો હતો.
મોહમ્મદ સિરાજે ભારત માટે અત્યાર સુધી માત્ર ત્રણ ટી-20 મેચ રમી છે, જેમાં તેણે 49.33ની સરેરાશથી ત્રણ વિકેટ ઝડપી છે. સંભાવના છે કે તેને વન-ડે ડેબ્યૂ કરવાની તક મળે. બીજી તરફ સિદ્ધાર્થ પણ ત્રણ વનડે રમ્યો છે.
ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ ભારતની ઐતિહાસિક ટેસ્ટ સીરીઝ જીતવામાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ રમાનારી વન-ડે સીરિઝમાં આરામ આપવામાં આવ્યો છે. તેની જગ્યાએ મોહમ્મદ સિરાજ ટીમમાં સ્થાન આપવામાં આવશે. જ્યારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી-20 સીરિઝમાં બુમરાહના સ્થાને સિદ્ધાર્થ કૌલનને રમાડાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -