RECORD: 139 વર્ષના ક્રિકેટ ઈતિહાસમાં ક્યારે નથી બન્યો આવે રેકોર્ડ
બ્રેથવેટે વેસ્ટઇન્ડીઝ માટે કુલ 35 ટેસ્ટ મેચમાં 2214 રન બનાવ્યા છે. જેમાં તેણે 5 સેન્ચુરી અને 12 હાફ સેન્ચુરી પણ લગાવી.
બ્રેથવેટે આ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં અણનમ સેન્ચુરી અને બીજી ઇનિંગમાં અણનમ હાફ સેન્ચુરી ફટકારીને પોતાની ટીમને જીત અપાવી.
ક્રેગ બ્રેથવેટ ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસનો પ્રથમ એવો ખેલાડી બન્યો જેણે ઓપનર બેટ્સમેન તરીકે ટેસ્ટ ક્રિકેટની બન્ને ઈનિંગમાં અણનમ રહ્યો હોય. આ પહેલા ક્રિકેટ જગતમાં કોઈપણ બેટ્સમેને આવું કારનામું નથી કર્યું.
તેની સાથે જ બ્રેથવેટે ટેસ્ટ ક્રિકેટના વિતેલા 139 વર્ષનો ઈતિહાસ પણ બદલી નાંખ્યો.
વેસ્ટઇન્ડીઝના ઓપનર બેટ્સમેનટ ક્રેગ બ્રેથવેટે આ મેચમાં શાનદાર પ્રદર્શન કરતા પોતાની ટીમને જીત અપાવી અને મેન ઓફ ધ મેચનો ખિતાબ મેળવ્યો.
ત્રીજા ટેસ્ટમાં વેસ્ટઇન્ડીઝની ટીમે સરળતાથી મેચ છેલ્લા દિવસે 5 વિકેટે જીતી લીધો.
પાકિસ્તાન અને વેસ્ટઇન્ડીઝની વચ્ચે હાલમાં જ રમવામાં આવેલ 3 ટેસ્ટ મેચની સીરીઝમાં પહેલા બન્ન ટેસ્ટ ગુમાવ્યા બાદ ત્રીજા ટેસ્ટમાં વેસન્ટઇન્ડીઝની ટીમે શાનદાર વાપસી કરતાં જીત મેળવી છે.