નવી દિલ્હીઃ 30 મેથી ઇંગ્લેન્ડમાં શરૂ થઇ રહેલા ક્રિકેટ વર્લ્ડકપ પહેલા પૂર્વ ખેલાડીઓ ક્રિકેટરોની ફિટનેસ અને રમતને લઇને પ્રસંશા કરી રહ્યાં છે. હવે આ લિસ્ટમાં ન્યૂઝીલેન્ડના પૂર્વ બેટ્સમેને બ્રેન્ડન મેક્કુલમે ધોનીની પ્રસંશા કરી છે. મેક્કુલમે ધોનીને ટીમ ઇન્ડિયાનો હીરો ગણાવ્યો છે.
ખરેખર, કેટલાય ખેલાડીઓ એવા છે જેના માટે આ વર્લ્ડકપ છેલ્લો અને અંતિમ રહેશે. પૂર્વ ક્રિકેટરોનું માનવું છે કે ધોની વર્લ્ડકપમાં સારુ પ્રદર્શન કરી શકે છે. બ્રેન્ડન મેક્કુલમના મતે ધોનીની ઉપસ્થિતિ ટીમ ઇન્ડિયા માટે ફાયદાકારક રહેશે, ધોની કોહલીનું બ્રહ્માસ્ત્ર સાબિત થઇ શકે છે.
ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર મેક્કુલમે એક શૉમાં કહ્યું કે, 'ધોની ભારતીય ટીમ માટે અનમોલ છે. તેની પાસે રમત માટે ખાસ મગજ છે. તે જ્યારે ક્રિઝ પર આવે છે ત્યારે મેચને આખી વાંચી લે છે, તેના કારણે તે વિપક્ષી ટીમો પર દબાણ કરવામાં સફળ રહે છે. ધોનીની ફિટનેસ અદભૂત છે, હાલ પણ તે સારી રીતે ચોગ્ગા-છગ્ગા ફટકારવામાં સક્ષમ છે.'
વર્લ્ડકપ પહેલા મેક્કુલમે ટીમ ઇન્ડિયાના આ ખેલાડીને ગણાવ્યો હીરો, કહ્યું- કોહલી પાસે આ બ્રહ્માસ્ત્ર છે
abpasmita.in
Updated at:
21 May 2019 12:37 PM (IST)
ધોની ભારતીય ટીમ માટે અનમોલ છે. તેની પાસે રમત માટે ખાસ મગજ છે. તે જ્યારે ક્રિઝ પર આવે છે ત્યારે મેચને આખી વાંચી લે છે, તેના કારણે તે વિપક્ષી ટીમો પર દબાણ કરવામાં સફળ રહે છે. ધોનીની ફિટનેસ અદભૂત છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -