રાજકોટ: આગામી ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટ અને અમરેલીમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજસ્થાનની ઉપર 2 કિલોમીટરની ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. (પ્રતિકાત્મક તસવીર)
દક્ષિણ પશ્ચિમી દિશામાં આગળ વધીને પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યું છે. જેને કારણે દબાણમાં થયેલા ફેરફારથી સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવશે અને છુટો છવાયો વરસાદ પડે તેવી શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત ખાસ કરીને બનાસકાંઠા અને સૌરાષ્ટ્ર જેમાં રાજકોટ, અમરેલી અને કચ્છમાં છૂટો છવાયો વરસાદ થવાની શક્યતાઓ છે.
આ ઉપરાંત અમુક વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાય તેવી સંભાવના છે. બીજી તરફ મહત્તમ તાપમાન 40 અને 41 ડિગ્રી સેલ્શિયસની વચ્ચે રહેશે જ્યારે દક્ષિણ ગુજરાતનું હવામાન સૂકું અને આકાશ પણ સ્વચ્છ રહેશે તેમ જણાવ્યું છે.
ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ વરસાદ પડે તેવી સંભાવના છે? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?
abpasmita.in
Updated at:
21 May 2019 10:07 AM (IST)
આગામી ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટ અને અમરેલીમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજસ્થાનની ઉપર 2 કિલોમીટરની ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -