એશિયા કપમાં વિરાટ નથી તો શું? રોહિત-ધવન આખી બાજી સંભાળી લે એવા છેઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટરે કર્યું સમર્થન
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબ્રેટ લી એ કહ્યું, ‘વિરાટ નથી રમી રહ્યો તો શું, રોહિત અને ધવન ભારતીય બેટિંગ માટે બે મહત્વના ખેલાડીઓ છે.’ રોહિત યુએઇમાં સારી રીતે રમી શકે છે કેમકે ત્યાંની પીચો તેને મદદ કરી રહી છે.
41 વર્ષીય ફાસ્ટ બૉલર બ્રેટ લીએ કહ્યું કે, એશિયા કપમાં ભલે વિરાટ કોહલી ના હોય, પણ રોહિત શર્મા અને શિખર ધવન આખી બાજી સંભાળી લેવા ખેલાડીઓ છે. બન્ને ખેલાડીઓમાં જબરદસ્ત પરફોર્મન્સ આપવાની તાકાત છે. ઉલ્લેખનીય છે કે, રોહિતને ટીમનો કેપ્ટન તો ધવનને ઉપકેપ્ટન બનાવવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ આગામી 18 સપ્ટેમ્બરથી એશિયા કપનો પ્રારંભ થઇ રહ્યો છે. ભારતીય ટીમ કેપ્ટન વિરાટ કોહલી વિના ટૂર્નામેન્ટમાં ભાગ લઇ રહી છે. ખાસ વાત એ છે કે એશિયા કપમાં વિરાટને આરામ આપ્યા બાદ હવે ટીમની કમાન હીટમેન રોહિત શર્માના હાથમાં આવી છે. આ પરિસ્થિતિમાં રોહિતનું સમર્થન ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બૉલર બ્રેટ લીએ કર્યુ છે.
બ્રેટ લીએ સ્ટાર સ્પોર્ટ્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘એશિયા કપમાં ભારત માટે બે મહત્વના બેટ્સમેન રોહિત શર્મા અને શિખર ધવન છે. મારુ માનવું છે કે રોહિત પોતાના અને ટીમ માટે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે, કેમકે તેને ભારતીય ટીમની આગેવાનીની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.’
- - - - - - - - - Advertisement - - - - - - - - -