નવી દિલ્હીઃ યુવા ક્રિકેટરોને પ્રોત્સાહિત કરવામાં સૌરવ ગાંગુલીનું નામ સૌથી ઉપર આવે છે. જેના કારણે ભારતીય ટીમમાં ગાંગુલીને દરેક ખેલાડી 'દાદા'ના ઉપનામથી સંબોધિત કરતા હતા. 'દાદા'ના નામથી જાણીતા થયેલા ગાંગુલીને વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ ક્રિકેટર લારાએ જ્યારે પુછ્યુ કે કેમ કહે છે તમને દાદા અને શું છે આ 'દાદાગિરી'નો અર્થ, ત્યારે બધાને ચોંકાવનારો જવાબ યુવરાજ સિંહ તરફથી મળ્યો હતો.

ખરેખર, 'દાદા'ના નામથી ફેમસ થયેલા પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ 'દાદાગિરી' નામથી એક લોકપ્રિય ટીવી રિયાલિટી ક્વિઝ શૉને પણ એન્કર કર્યો હતો. હવે આ જ 'દાદાગિરી'નો અર્થ લિજેન્ડ ક્રિકેટર બ્રાયન લારાએ જ્યારે સૌરવ ગાંગુલીને પુછ્યો તો યુવરાજ સિંહે સૌરવ ગાંગુલીને સોશ્યલ મીડિયા પર ટ્રૉલ કરી દીધો હતો.



બંગાળીમાં 'દાદા'નો અર્થ થાય છે, મોટો ભાઇ... 'દાદાગિરી' નામના આ શૉમાં સામાન્ય લોકોને સૌરવ ગાંગુલીને મળવાનો મોકો આપવામાં આવ્યો હતો. હવે આ શૉની એક સિઝન ટેલિવિઝન પર આવવા જઇ રહ્યો છે.


એટલે કે સૌરવ ગાંગુલીએ ટ્વીટર પર એક તસવીર પૉસ્ટ કરી, જેમાં લખ્યુ- આઠ સિઝનની 'દાદાગિરી'... આના પર વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ લિજેન્ડ લારાએ પુછ્યુ કે, આ 'દાદાગિરી' શું છે. ત્યારે યુવરાજ સિંહે મસ્ત જવાબ આપતા લખ્યું કે, દાદાગિરીનો અર્થ બતાવતા કહ્યું કે, તે યુવા ખેલાડીઓ પર પોતાનો રૌબ બતાવતા હતા, આને જ દાદાગિરી કહેવાય છે.