જમૈકાઃ છેલ્લા થોડા દિવસોથી વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન બ્રાયન લારાને કોવિડ-19 હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો. જેને લઈ હવે ખુદ આ દિગ્ગજ બેટ્સમેને મૌન તોડ્યું છે. બ્રાયન લારાએ ખુદ કોવિડ-19 પોઝિટિવ હોવાની ખબરને ખોટી ગણાવી હતી. લારાએ કહ્યું, મારો કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ છે.

તેણે લોકોને નેગેટિવિટી નહી ફેલાવવાની અપીલ કરી. લારાએ કહ્યું, મેં આ અફવાને સાંભળી છે, જેમાં મને કોવિડ-19 પોઝિટિવ હોવાનું જણાવાયું હતું પરંતુ હવે હું સચ્ચાઈ બતાવું તે જરૂરી છે. આ જાણકારી ખોટી છે, કોવિડ-19ના મુશ્કેલ સમયમાં આ પ્રકારની ખોટી ખબર ફેલાવવાની હાનિકારક છે.

પૂર્વ દિગ્ગજ બેટ્સમેને અફવા પર ચિંતા વ્યક્ત કરતાં કરી હતી. તેણે કહ્યું, તમે મને અંગત રીતે પ્રભાવિત નથી કર્યો પરંતુ ખોટી જાણકારી ફેલાવવી ચિંતાનો વિષય છે. તેને લઈને મારા પ્રશંસકોમાં ખોટી ચિંતા ઉભી થઈ હતી. હું આશા રાખું છું કે તમે સુરક્ષિત રહો. કોવિડ-19 નજીકના ભવિષ્યમાં દૂર થવાનો નથી.

કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વમાં સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં આશરે સાત લાખ લોકોએ મહામારીના કારણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. અત્યાર સુધીમાં કોરના વાયરસના વિશ્વમાં એક કરોડ 90 લાખ મામલા સામે આવ્યા છે.



બ્રાયન લારાએ 131 ટેસ્ટ મેચમાં 34 સદી અને 48 અડધી સદી સાથે 11,953 રન બનાવ્યા છે. ટેસ્ટમાં તેના નામે સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર અણનમ 400 રનનો વર્લ્ડરેકોર્ડ નોંધાયેલો છે. 299 વન ડેમાં તેણે 19 સદી અને 63 અડધી સદી વડે 10,405 રન બનાવ્યા છે. વન ડેમાં તેનો હાઇએસ્ટ સ્કોર 169 રન છે.

Coronavirus: અમેરિકામાં RLF-100 દવાને મંજૂરી, ગંભીર દર્દીની સારવારમાં અસરકારક હોવાનો દાવો

ઓસ્ટ્રેલિયાના આ મોટા શહેરમાં કોરોનાના કેસ વધતાં સીધું દોઢ મહિનાનું લોકડાઉન જાહેર, કોઈને બહાર નિકળવાની પણ છૂટ નહીં