નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે હાલમાં ટી20, વનડે સીરીઝ રમાઇ ચૂકી છે, હવે ટેસ્ટ સીરીઝની શરૂઆત આગામી 22 ઓગસ્ટથી થવાની છે. આ પહેલા બન્ને ટીમના ખેલાડીઓ હાળવાશની પળોમાં છે, ત્યારે સ્ટાર ખેલાડી બ્રાયન લારાએ બન્ને ટીમોના ખેલાડીઓ માટે એક ગ્રાન્ટ પાર્ટી આપી હતી. તેની કેટલીક તસવીરો અહીં છે.

ખરેખર, દુનિયાના મહાન ક્રિકેટર બ્રાયન લારાએ ટેસ્ટની શરૂઆત પહેલા ભારતીય અને વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓને એક ગ્રાન્ટ પાર્ટી આપી હતી, આ પાર્ટી તેમના ઘરે યોજવામાં આવી હતી, જેની કેટલીક તસવીરો ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ સોશ્યલ મીડિયા પર શેર પણ કરી હતી. તસવીર શેર કરતાં લખ્યું કે, 'બ્રાયન લારાનો આભાર, જેમને પોતાના ઘરે પાર્ટી આપી, ટીમ સાથીઓ અને ભારતમાંથી આવેલા મારા ભાઇઓને મળવાનું સારુ રહ્યું.'



ગ્રાન્ટ પાર્ટીમાં ભારતીય ટીમના રોહિત શર્મા, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ અને કેદાર જાધવ સામેલ થયા હતા. જ્યારે વિન્ડીઝ તરફથી ક્રિસ ગેલ, સુનીલ નરેન, કિરોન પોલાર્ડ સહિતના ખેલાડીઓ હાજર રહ્યાં હતા.