નવી દિલ્હી: ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલની ઉપાધિ મેળવી ચૂકેલા ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોની પોતાની બટાલિયન સાથે ડ્યુટી પૂર્ણ કરીને શુક્રવારે દિલ્હી પરત ફર્યાં હતાં.
મહેન્દ્ર સિંહ ધોનીને ટેરિટોરીયલ આર્મીમાં કામ કરવા માટે ક્રિકેટથી બે મહિના માટે આરામ કરવાનો નિર્ણય લીધો છે. ધોનીએ 20 જુલાઈએ ડ્યુટી સંભાળી હતી અને 15 ઓગસ્ટ સુધી તેઓ પોતાની બટાલિયન સુધી જમ્મુ કાશ્મીર સહિત લેહ-લદ્દાખ ખાતે ફરજ પર રહ્યા હતા.
દિલ્હી એરપોર્ટ પહોંચ્યા બાદ ધોનીની પુત્રી જીવાએ જેવા તેના પિતા મહેન્દ્રસિંહ ધોનીને જોયા તેવી તે ભાવુક થઈ ગઈ હતી અને આંખમાં આંસુ સાથે પિતાને ભેટી પડી હતી. પિતા ધોનીએ તેને કેડમાં બેસાડીને ગળે લગાવી હતી.
મહેન્દ્રસિંહ ધોની દિલ્હી પરત વખતે લેહ એરપોર્ટ પર સામાન્ય માણસની જેમ જ ચેકીંગ કરાવતાં નજરે પડ્યા હતા. આ તસવીર પણ સોશિયલ મીડિયા પર લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે.
ધોની ભારતીય સેનાના બ્રાન્ડ એમ્બેસેડર છે. તેઓ પોતાના યુનિટના સભ્યોને પ્રેરિત કરવા માટે જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતાં અને તેમની સાથે કોર અભ્યાસ પણ કર્યો હતો. તેઓ 15 ઓગસ્ટ સુધી ઘાટીમાં રહ્યા હતા.
મહેન્દ્ર સિંહ ધોની આર્મી ડ્યુટી પરથી પરત ફર્યો, એરપોર્ટ પર સામાન્ય વ્યક્તિની જેમ કરાવ્યું ચેકિંગ
abpasmita.in
Updated at:
19 Aug 2019 09:00 AM (IST)
ધોનીએ 20 જુલાઈએ ડ્યુટી સંભાળી હતી અને 15 ઓગસ્ટ સુધી તેઓ પોતાની બટાલિયન સુધી જમ્મુ કાશ્મીર સહિત લેહ-લદ્દાખ ખાતે ફરજ પર રહ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -