નવી દિલ્હીઃ ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વર્લ્ડકપમાં અત્યાર સુધી 10 વિકેટ લઈ ચૂક્યા છે. તેમાં 3 વિકેટ ડેથ ઓવર (41-50 ઓવર)માં લીધી છે. આ દરમિયાન તેની ઈકોનોમી રેટ અન્ય કોઈપણ બોલર કરતાં ઓછી 4.44 રહી છે. તેણે ડેથ ઓવરમાં 19 યોર્કર ફેંક્યા છે. જે કોઈપણ બોલરથી ઘણી ઓછી છે. ડેથ ઓવરમાં તેની ઇકોનોમી રેટ 5.71ની રહી છે.
બુમરાહને ડેથ ઓવર્સ સ્પેશ્યાલિસ્ટ એટલા માટે પણ કહેવામાં આવે છે કે આ ઓવરમાં ખાસ કરીને તેના યોર્કર ટીમ માટે જીતનું હથિયાર બની જાય છે. તેણે આ વર્લ્ડ કપમાં ડેથ ઓવરમાં 19 યોર્કર ફેક્યા છે. જાન્યુઆરી 2000 પછી જોવામાં આવે તો બુમરાહ ડેથ ઓવરમાં સૌથી સારી ઇકોનોમી રેટના મામલામાં ત્રીજા નંબરે છે અને વર્તમાન ખેલાડીઓમાં તે પ્રથમ નંબરે છે. બુમરાહ ઉપરાંત દક્ષિણ આફ્રિકાના એન્ડ્રયુ હાલ અને ઇંગ્લેન્ડના એન્ડ્રયુ ફ્લિનટોફની ઇકોનોમી રેટ બુમરાહથી સારી રહી છે.
ડેથ ઓવરમાં સૌથી સારી ઇકોનોમી રેટના મામલામાં બુમરાહ દુનિયાનો ત્રીજો ખેલાડી છે. આ મામલે મિચેલ સ્ટાર્ક સાતમાં નંબરે છે. ડેથ ઓવરમાં તેની ઇકોનોમી રેટ 6.10ની નજીક રહે છે. સૌથી શાનદાર ઇકોનોમી રેટની યાદીમાં ફક્ત આ બે સક્રીય બોલર છે.