ધોની ક્યા બોલર પર બગડ્યો? એક જ ઓવરમાં ચાર વાર તતડાવ્યો ને ઓવર પત્યા પછી પણ ઘચકાવ્યો?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 May 2018 11:07 AM (IST)
ધોની ક્યા બોલર પર બગડ્યો? એક જ ઓવરમાં ચાર વાર તતડાવ્યો ને ઓવર પત્યા પછી પણ ઘચકાવ્યો?
1

જો કે સોમવારે આઈપીએલમાં દિલ્હી ડેરડેવિલ્સ સામેની મેચમાં કેપ્ટન કૂલ ધોનીએ તેનો પિત્તો ગુમાવ્યો હતો અને એક બોલરને ખખડાવી નાંખ્યો હતો. આ બોલર હતો, કે. એમ. આસિફ. મેચની સોળમી ઓવર ધોનીએ આસિફને આપી હતી અને એ વખતે દિલ્હી ડેરડેવિલ્સે જીતવા માટે 30 બોલમાં 84 રન કરવાના હતા.

2

3

4

ધોની સામાન્ય રીતે તેની બોડી લેંગ્વેજને સંયમિત રાખે છે પણ આ વખતે એ એટલે અકળાયેલો હતો કે કશાની પરવા કર્યા વિના તેણે આસિફને તતડાવ્યો હતો. એક હાથમાં બીજો હાથ પછાડીને તેણે આ કેવો બોલ નાંખ્યો એવો સવાલ પણ કર્યો હતો. ધોનીનું આ રૌદ્ર સ્વરૂપ જોઈને તેના જૂના સાથીઓ પણ દંગ થઈ ગયા હતા.

5

પંતે પછી નવા બોલે ચોગ્ગો ફટકાર્યો એ સાથે જ ધોનીનો પિત્તો ગયો ને તેણે આસિફને મેદાન પર જ તતડાવી દીધો હતો. આસિફનાં નસીબ ખરાબ કે પછીના બોલે પંતે સિક્સર ઠોકી દીધી. એ સાથે જ ધોની દોડીને આસિફ પાસે પહોંચી ગયો હતો ને તેને પિચની વચ્ચે જ ઉભો રાખીને તતડાવી દીધો હતો.

6

પૂણેઃ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની ઈમેજ કેપ્ટન કૂલ તરીકેની છે અને સામાન્ય રીતે તે ખરાબ બોલ નાંખનારા બોલરોને કશું કહેતું નથી. ક્રિકેટમાં આવું તો ચાલ્યા કરે એ માનીને ધોની એ પછીના બોલ કઈ રીતે નાંખવા તેની ચર્ચા બોલર સાથે કરવા માંડે છે.

7

8

9

10

આસિફે પહેલા બે બોલ સારા નાંખ્યા અને એક-એક રન આપ્યા. એ પછીના બોલે ચોગ્ગો વાગ્યો એટલે ધોની બગડ્યો હતો. તેણે ઈશારો કરીને આસિફને કેવો બોલ નાંખવો તે સમજાવ્યું. એ પછીના બોલે રીષભ પંતે બે રન લીધા ત્યારે પણ ધોની બગડ્યો હતો કેમ કે આસિફે કહ્યાં પ્રમાણે બોલ નહોતો નાંખ્યો.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ધોની ક્યા બોલર પર બગડ્યો? એક જ ઓવરમાં ચાર વાર તતડાવ્યો ને ઓવર પત્યા પછી પણ ઘચકાવ્યો?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો