મિતાલી રાજે રચ્યો ઇતિહાસ, વનડેમાં આ કારનામું કરનારી દુનિયાની પ્રથમ મહિલા ક્રિકેટર બની
મિતાલીએ શુક્રવારે ઈંગ્લેન્ડ સામે પોતાની 192મી વનડે મેચ રમી હતી. તેની સાથે જ તેણે ચાર્લોટ એડવર્ડસનો રેકોર્ડ તોડી દીધો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમિતાલી રાજ વનડે મેચમાં સતત 7 અડધી સદી ફટકારનારી વિશ્વની એક માત્ર મહિલા ખેલાડી છે. અત્યાર સુધી ટી20માં પણ સતત ચાર અર્ધશતક લગાવનારી વિશ્વની પ્રથમ મહિલા બેટ્સમેન બની ચુકી છે. ટેસ્ટમાં પણ બેવડી સદી ફટકારી છે.
મિતાલી રાજ અત્યાર સુધી રમેલી મેચોમાં 6295 રન બનાવી ચુકી છે. જેમાં 6 સદી અને 49 અર્ધ સદી છે. તે ઉપરાંત તે 10 ટેસ્ટ મેચમાં એક સદી અને ચાર અર્ધ સદી છે. અને 72 ટી 20 મેચોમાં 14 અર્ધ સદીની મદદથી તેણે 1977 રન બનાવ્યા છે.
આ લિસ્ટમાં ત્રીજા નંબરે 167 મેચ સાથે ભારતનીજ ક્રિકેટર ઝૂલન ગોસ્વામી અને ચોથા ક્રમાંક પર ઓસ્ટ્રેલિયાની એલેક્સ બ્લેકવેલ(144) છે.
મિતાલી અત્યાર સુધી 192 વનડે મેચ રમી ચૂકી છે. તેના પહેલા ઈંગ્લેન્ડની પૂર્વ મહિલા ક્રિકેટર ચાર્લાટ એડવર્ડસના નામે સૌથી વધુ 191 વનડે રમવાનો રેકોર્ડ હતો. 35 વર્ષીય મિતાલી રાજે 26 જૂન 1999માં આયરલેન્ડ સામે પોતાની પ્રથમ મેચ રમી હતી. તેણે ડેબ્યૂ મેચમાં 114 રનોની ઈનિંગ રમી હતી.
નવી દિલ્લી: ભારતીય મહિલા વનડે ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજે વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. મિતાલી હવે વનડે ક્રિકેટમાં સૌથી વધુ મેચ રમનારી દુનિયાની પ્રથમ મહિલા ક્રિકેટર બની ગઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -