કોહલી પણ ના સમજી શક્યો જાડેજાના સ્પિન થતાં બૉલ, પ્રેક્ટિસ કરતી વખતે નેટ્સમાં થયો ક્લિન બૉલ્ડ, વીડિયો વાયરલ
abpasmita.in | 09 Oct 2019 03:27 PM (IST)
આ વર્ષની શરૂઆત કોહલીના ટેસ્ટ કેરિયરમાં ખરાબ લાગી રહી છે, આ વર્ષે કોહલી ચાર ટેસ્ટમાં 35ની એવરેજથી માત્ર 210 રન જ બનાવી શક્યો છે
નવી દિલ્હીઃ વિશાખાપટ્ટનમ ટેસ્ટ જીત્યા બાદ હવે કેપ્ટન કોહલીની નજર પુણે ટેસ્ટ પર છે. આવતીકાલથી શરૂ થનારી બીજી ટેસ્ટ જીતવા ટીમ ઇન્ડિયાએ મહેનત શરૂ કરી દીધી છે. ભારતીય ખેલાડીઓએ નેટ્સમાં જબરદસ્ત પરસેવો પાડ્યો. જોકે આ દરમિયાન પણ જાડેજાની બૉલિંગ બધા પર ભારે પડી. હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જાડેજાના સ્પિન થતાં બૉલ સામે દુનિયાનો સ્ટાર બેટ્સમેન કોહલી પણ ચૂક ખાઇ જાય છે અને ક્લિન બૉલ્ડ થઇ જાય છે. પુણે ટેસ્ટ પહેલા ટીમ ઇન્ડિયાએ નેટ્સમાં પ્રેક્ટિસ કરી, જાડેજાએ નેટ્સમાં પોતાની ધારદાર બૉલિંગનો સ્પેલ નાંખ્યો સામે બેટિંગમાં કોહલી આવ્યો. વાયરલ થયેલી વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, જાડેજાના સ્પિન થતાં બૉલ સામે કોહલી ક્લિન બૉલ્ડ થઇ જાય છે, કોહલી પણ જાડેજાના બૉલને સમજી શક્યો નહીં. ઉલ્લેખનીય છે કે, આ વર્ષની શરૂઆત કોહલીના ટેસ્ટ કેરિયરમાં ખરાબ લાગી રહી છે, આ વર્ષે કોહલી ચાર ટેસ્ટમાં 35ની એવરેજથી માત્ર 210 રન જ બનાવી શક્યો છે. બીજી બાજુ ટીમ ઇન્ડિયાની વાત કરીએ તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત 160 પૉઇન્ટ સાથે ટૉપ પહોંચી ચૂકી છે. વળી, જાડેજાએ પ્રથમ ટેસ્ટમાં તરખાટ મચાવતા પહેલી ઇનિંગમાં 2 વિકેટ અને બીજી ઇનિંગમાં 4 વિકેટ ઝડપીને સાઉથ આફ્રિકાને હરાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.