નવી દિલ્હીઃ ગઇકાલે ભારત અને વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે રમાયેલી ત્રીજી ટી20 મેચમાં ભારતે 7 વિકેટ જીત મેળવીની સીરીઝ પર 3-0થી કબ્જો જમાવી લીધો હતો. આ ક્લિન સ્વીપ બાદ કેપ્ટન કોહલીએ ભારતીય વિકેટકીપર ઋષભ પંતને લઇને મોટુ નિવેદન આપ્યુ હતુ.

ઋષભ પંતને લઇને કહ્યું કે, ''અમે ઋષભ પંતના ભવિષ્યને લઇને ખુશ છીએ, તેનામાં બહુજ સારી સ્કિલ અને ટેલેન્ટ છે, હવે જરૂરી છે કે તેને વધારે મોકો આપવો જોઇએ, તેની પર દબાણ ના બનાવવુ જોઇએ. તેને સારી શરૂઆત કરી છે અને આગળ વધ્યો છે.''



ઉલ્લેખનીય છે કે, કેપ્ટન કોહલીએ જીત બાદ ટીમ ઇન્ડિયાના બૉલર્સ અને બેટ્સમેનની ભરપુર પ્રસંશા કરી હતી. વેસ્ટ ઇન્ડિઝ તરફથી મળેલા 147 રનોના લક્ષ્યને ભારતે 19.1 ઓવરમાં જીતી લીધી હતી. મેચમાં ઋષભ પંતે શાનદાર ફટકાબાજી કરીને 42 બૉલમાં 65 રન બનાવ્યા હતા, જેમાં 4 ચોગ્ગા- 4 છગ્ગા સામેલ હતાં.