વિરાટ કોહલીએ ભારતીય દર્શકોને ઓસ્ટ્રેલિયાના કયા ક્રિકેટરનો હુરિયો બોલાવાના બંધ કરી તાળીઓ પાડવા કહ્યું? જાણો વિગત
abpasmita.in | 10 Jun 2019 11:13 AM (IST)
કેપ્ટન એરોન ફિંચે સ્મિથને બાઉન્ડ્રીની પાસે ફીલ્ડિંગ પર મોકલ્યો ત્યારે ત્યાં રહેલા દર્શકોએ સ્મિથને ગુસ્સે કરવાનું શરૂ કરી દીધું હતું. દર્શકો તેને ચીટર-ચીટર કરી ખીજવી હતાં.
લંડન: ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથની વચ્ચે ક્રિકેટના મેદાન પર ઘણી વખત ઉગ્ર વિવાદ થઈ ચૂક્યો છે પરંતુ રવિવારે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં શાનદાર ખેલદિલી જોવા મળી હતી. ઓવલ મેદાન પર વિરાટ કોહલીના આ કામે ઓસ્ટ્રેલિયાના ચાહકનું દિલ જીતી લીધું હતું. ભારતીય ટીમે ટોસ જીતીને પહેલી બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યો હતો ત્યારે ભારતીય બેટ્સમેને ઓસીના બોલરોની ખૂબ જ ધોલાઈ કરી હતી. કેપ્ટન એરોન ફિંચે સ્મિથને બાઉન્ડ્રીની પાસે ફીલ્ડિંગ પર મોકલ્યો ત્યારે ત્યાં રહેલા દર્શકોએ સ્મિથને ગુસ્સે કરવાનું શરૂ કરી દીધું હતું. દર્શકો તેને ચીટર-ચીટર કરી ખીજવી હતાં. જોકે, વિરાટ કોહલીને દર્શકોનો આ વ્યવહાર પસંદ ન આવ્યો હતો. તેણે ઈશારાથી તેના પર નારાજગી વ્યક્ત કરી દર્શકોને સ્મિથનો ઉત્સાહ વધારવા કહ્યું હતું. કોહલીએ દર્શકોને કહ્યું હતું કે, સ્મિથ માટે તાળી વગાડે. ઈંગ્લેન્ડમાં આ પહેલી વખત નથી બન્યું કે જ્યારે સ્મિથની સાથે આવો વ્યવહાર થયો હોય. વેસ્ટ ઈન્ડીઝની સામે વોર્મઅપ મેચમાં સ્મિથ જ્યારે અડધી સદી બનાવ્યા બાદ પોતાનું બેટ ઉઠાવ્યું ત્યારે પણ ચાહકોએ તેને ખીજવ્યો હતો.