આ વીડિયોમાં તેઓ હથોડીથી ઠંડીમાં જામી ગયેલા ઈંડા, શાકભાજી અને જ્યુસના પેકેટને તોડતો જોવા મળી રહ્યાં છે. આ વીડિયો પરથી તમે અંદાજ લગાવી શકો છો કે ત્યાં કેટલી ઠંડી હશે.
વીડિયોમાં એક જવાને જણાવ્યું હતું કે, તેમને જ્યુસ પીવા માટે પથ્થરની જેમ જામેલા બરફને ગરમ કરીને પીવો પડે છે. ઘણી વખત તો હથોડો મારવાથી પણ પેકેટ તૂટતું નથી. અહીં ઈંડા અને શાકભાજી એટલા કડક થઈ જાય છે કે તે ચાકુ કે હથોડા વડે પણ તૂટતા નથી. જમવાનું બનાવવા માટે શાકભાજીને પહેલા ગરમ પાણીમાં ઉકાળવા પડે છે ત્યારબાદ તેને સમારીને શાકભાજી બનાવવામાં આવે છે.
ત્રીજા જવાને ઈંડાને ટેબલ પર પછાડ્યું હતું છતાં પણ તે બોલની જેમ ઉછળીને નીચે પડ્યું હતું. ત્યારબાદ જવાનોએ ઈંડાને હથોડાથી તોડવાના પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ સૈનિકે હસતા હસતા કહ્યું હતું કે, આ સિયાચીન ગ્લેશિયરનું ઈંડુ છે. અહીં રહેવું સરળ નથી કારણ કે તાપમાન માઈનસ 40થી માઈનસ 70 ડિગ્રી નીચે પહોંચી જાય છે.