નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટર લેન્ડસ સિમન્સ અને કાર્લૉસ બ્રેથવેટ કેરેબિયન પ્રીમિયર લીગ 2019ની એક મેચ દરમિયાન મેદાન પર જ લડવા લાગ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. લીગમાં ગયાનાના મેદાન પર સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિએટ્સ અને ત્રિનબેગો નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાઇ રહી હતી.

મેચ દરમિયાન બન્યુ એવુ કે, સિમૉન્સની કોઇ વાત પર બ્રેથવેટ ભડક્યો, ઇનિંગની આઠમી ઓવર ચાલી રહી હતી ત્યારે બ્રેથવેટ ગુસ્સે થઇ ગયો અને ત્રિનબેગો ટીમના કેપ્ટન સામે ગયો, આ દરમિયાન સિમૉન્સ સાથી બેટ્સમેન સાથે વાતો કરી રહ્યો હતો ત્યારે બ્રેથવેટ તેને અપશબ્દો બોલવા લાગ્યો હતો.


પહેલા સ્ટમ્પ ઉખાડી નાંખ્યા અને પછી રનઆઉટની અપીલ કરી હતી. આ વાતને લઇને સિમૉન્સ અને બ્રેથવેટ વચ્ચે ગરમાગરમી થઇ અને બન્ને ગાળાગાળી પર ઉતરી આવ્યા હતા. જોકે, બાદમાં એમ્પાયરે વચ્ચે પડીને બન્નેને છુટા પાડ્યા હતા.


ઉલ્લેખનીય છે કે, મેચમાં ત્રિનબેગો ટીમને પેટ્રિએટ્સને 6 વિકેટથી હરાવી દીધી છે. પહેલા બેટિંગ કરતી કાર્લૉસની ટીમે 20 ઓવરમાં માત્ર 125 રન જ બનાવ્યા હતા, જવાબમાં ઉતરેલી સિમૉન્સની ટીમ ત્રિનબેગોએ જીત મેળવી હતી.