વોડાફોન આઈડિયાએ જિયોને આપ્યો ઝટકો, નહીં લે IUC ચાર્જ, ફ્રી રહેશે અનલિમિટેડ કોલ
abpasmita.in | 10 Oct 2019 01:17 PM (IST)
વોડાફોન આઈડિયાએ ટ્વિટ કરીને કહ્યું કે, તેઓ કસ્ટમર્સ પાસેથી બીજા નેટવર્ક પર કોલ કરવા કોઈ અલગથી ચાર્જ નહીં લે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોથી અન્ય નેટવર્ક પર કોલ કરવા માટે હવે ઈન્ટરકનેક્ટ યૂસેઝ ચાર્જ (IUC)લેશે. આ અંગે કંપનીએ બુધવારે જાહેરાત કરી હતી. જોકે તેના બીજા જ દિવસે એટલે કે ગુરુવારે વોડાફોન આઈડિયાએ IUCને લઈ મોટી જાહેરાત કરી હતી. વોડાફોન આઈડિયાએ ટ્વિટ કરીને કહ્યું કે, તેઓ કસ્ટમર્સ પાસેથી બીજા નેટવર્ક પર કોલ કરવા કોઈ અલગથી ચાર્જ નહીં લે. વોડાફોન-આઈડિયાના જણાવ્યા મુજબ, તઓ ગ્રાહકો પર વધારાનો બોજ નથી માંગવા ઈચ્છતા. ગ્રાહકો કોલ કરતા પહેલા વિચારવું પડે તેમ અમે નથી ઈચ્છતા. વોડાફોને ટ્વિટમાં કહ્યું, વોડાફોનથી અન્ય નેટવર્ક પર કોલ કરવા માટે ચાર્જ નહીં લાગે. અમે તમને જે વાયદો કર્યો હતો તેનો આનંદ ઉઠાવો. વોડાફોન અનલિમિટેડ પ્લાન્સ પર વાસ્તવમાં ફ્રી કોલ. રિલાયન્સ જિયોએ 9 ઓક્ટોબરે આઈયુસી પ્લાનની જાહેરાત કરી હતી. કંપનીએ કહ્યું કે, હવે જિયો નેટવર્ક પરથી અન્ય મોબાઇલ નેટવર્ક પર કોલ કરવા કસ્ટમર્સે પ્રતિ મિનિટ 6 પૈસાનો ચાર્જ આપવો પડશે. જે બાદ રિલાયન્સ જિયોએ અન્ય નેટવર્ક પર કોલ કરવાના વિવિધ કિંમતના ટોપ-અપ પેક્સ લોન્ચ કર્યા હતા. દક્ષિણ આફ્રિકાના બોલરનો બોલ મયંક અગ્રવાલના હેલમેટ પર વાગ્યો ને પછી........ રાજ્ય સરકારે 18 ઉચ્ચ અધિકારીઓની કરી બદલી, જાણો કેટલાને અપાયું પ્રમોશન