મોતની અફવાથી પરેશાન થયો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ક્રિકેટર, ધોનીનો છે ખાસ, જાણો વિગત
![મોતની અફવાથી પરેશાન થયો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ક્રિકેટર, ધોનીનો છે ખાસ, જાણો વિગત મોતની અફવાથી પરેશાન થયો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ક્રિકેટર, ધોનીનો છે ખાસ, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/02/12145441/suresh-raina4.jpg?impolicy=abp_cdn&imwidth=800)
રૈના ભારત માટે 226 વન ડે રમી ચુક્યો છે. જેમાં 5 સદી અને 35 અડધી સદી વડે 5616 રન બનાવ્યા છે. રૈનાને T20 સ્પેશિયાલિસ્ટ માનવામાં આવે છે. 78 મેચમાં તેણે 1605 રન બનાવ્યા છે. જેમાં એક સદી પણ સામેલ છે. 18 ટેસ્ટમાં રૈનાએ એક સદી અને 7 અડધી સદી વડે 768 રન બનાવ્યા છે. રૈના તેની બેટિંગ ઉપરાંત ઉતકૃષ્ટ ફિલ્ડિંગના કારણે પણ ક્રિકેટ જગતમાં જાણીતો છે. આ ઉપરાંત પાર્ટ ટાઇમ બોલિંગ પણ કરી શકે છે. ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનારો ખેલાડીઓ પૈકીનો એક છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App![મોતની અફવાથી પરેશાન થયો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ક્રિકેટર, ધોનીનો છે ખાસ, જાણો વિગત મોતની અફવાથી પરેશાન થયો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ક્રિકેટર, ધોનીનો છે ખાસ, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/02/12145434/suresh-raina3.jpg?impolicy=abp_cdn&imwidth=800)
રૈનાએ ટ્વિટ કરીને લખ્યું કે, છેલ્લા થોડા દિવસોથી યૂટ્યુબ પર મારું કાર એક્સિડેન્ટમાં મોત થયું હોવાના સમાચાર વહેતા થયા છે. આ ફેક ન્યૂઝની મારો પરિવાર અને મિત્રો ખૂબ પરેશાન છે. આ પ્રકારના અહેવાલને નજરઅંદાજ કરવાની મારી તમામને અપીલ છે. ભગવાનની કૃપાથી હું બિલકુલ ઠીક છું. જે ચેનલોએ આ પ્રકારની અફવા ઉડાવી છે તેમની સામે ફરિયાદ નોંધાવામાં આવી છે. આશા છે કે ઝડપથી કાર્યવાહી કરવામાં આવશે.
![મોતની અફવાથી પરેશાન થયો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ક્રિકેટર, ધોનીનો છે ખાસ, જાણો વિગત મોતની અફવાથી પરેશાન થયો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ક્રિકેટર, ધોનીનો છે ખાસ, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/02/12145427/suresh-raina2.jpg?impolicy=abp_cdn&imwidth=800)
રૈના હાલ ઇન્ટરનેશનલ ટીમમાંથી બહાર છે, પરંતુ ઉત્તરપ્રદેશ રણજી ટીમમાં રમી રહ્યો છે. તેણે અંતિમ મેચ ડિસેમ્બરમાં ઝારખંડ સામે રમી હતી. આ મેચમાં તેણે 75 રનની ઈનિંગ રમી હતી. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં તે અંતિમ વખત જુલાઇમાં ઇંગ્લેન્ડ સામે રમ્યો હતો. રૈનાને ધોનીનો ખાસ માનવામાં આવે છે. આઇપીએલમાં બંને ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી રમે છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમમાં વાપસીની કોશિશ કરી રહેલો ક્રિકેટર સુરેશ રૈના હાલ એક ખાસ કારણથી પરેશાન છે. કેટલાક યૂઝર્સે યૂટ્યુબ પર વીડિયો શેર કરીને રોડ એક્સિડેન્ટમાં તેના મોતની વાત કરી હતી. આ અફવાથી પરેશાન સુરેશ રૈનાએ સોમવારે ટ્વિટ કરીને તેના ફેન્સને સલામત હોવાનું જણાવ્યું હતું.
સુરેશ રૈનાએ કરેલા ટ્વિટનો સ્ક્રીન શોટ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -