IPL Auction: આ પાંચ ભારતીય ખેલાડીઓ પર લાગી કરોડોની બોલી, બેઝપ્રાઇઝથી અનેકગણી કિંમતે વેચાયા, જુઓ લિસ્ટ
શિવમ દુબેઃ-- સાવ નવુ નામ શિવમ દુબેએ આ વખતે આઇપીએલમાં બધાને ચોંકાવી દીધા છે. શિવમની બેઝપ્રાઇઝ 20 લાખ રૂપિયા છે અને તેના પર રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 5 કરોડની બોલી લગાવીને ખરીદ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોહિત શર્માઃ-- માત્ર 50 લાખની બેઝપ્રાઇઝ ધરાવતા આ ઇન્ડિયન ખેલાડીના નસીબ ચમક્યા છે. મોહિતને ચેન્નાઇ સુપર કિંગ્સે 5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
અક્ષર પટેલઃ-- આ ફાસ્ટ ગુજરાતી બૉલરને પણ જેકપૉટ લાગ્યો છે, અક્ષરની બેઝપ્રાઇઝ 1 કરોડ રૂપિયા છે જ્યારે તેને દિલ્હી કેપિટલ્સે આ વખતે 5 કરોડ રૂપિયાની કિંમતે ખરીદ્યો છે.
વરુણ ચક્રવર્તીઃ-- લૉ બેઝપ્રાઇઝ ધરાવતો આ ખેલાડી આઇપીએલની હરાજીમાં ચમક્યો છે. 20 લાખની બેઝપ્રાઇઝ ધરાવતા વરુણને જેકપૉટ લાગતા આ વખતે કિંગ્સ ઇલેવન પંજાબે 8.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
જયદેવ ઉનડકટઃ-- ગુજરાતી ક્રિકેટર જયદેવ ઉનડકટ ગત વર્ષની જેમ આ વર્ષે પણ સૌથી મોંઘો ખેલાડી રહ્યો, ઉનડકટની બેઝપ્રાઇઝ 1.5 કરોડ છે જ્યારે આ વખતની હરાજીમાં તેને રાજસ્થાન રૉયલ્સે 8.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
નવી દિલ્હીઃ આઇપીએલ 12 સિઝન માટેની હરાજી ગઇકાલે જયપુરમાં પૂર્ણ થઇ ચૂકી છે. આઇપીએલ ફ્રેન્ચાઇઝીઓએ પોતાના ખેલાડીઓને પોતાના બજેટ પ્રમાણે ખરીદી લીધા છે. આમાં ખાસ વાત એ છે કે કેટલાક ભારતીય ખેલાડીઓને જેકપૉટ લાગ્યો છે, તેમને પોતાની બેઝપ્રાઇઝ કરતાં અનેકગણી વધારે કિંમતથી ખરીદવામાં આવ્યા છે. અહીં એવા પાંચ ભારતીય ખેલાડીઓ વિશે માહિતી આપવામાં આવી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -