IPL 2019 હરાજીઃ વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓ પર થયો રૂપિયોનો વરસાદ, હવે કરોડોમાં રમશે
અન્ય એક કેરેબિયન વિકેટકીપર નિકોલસ પૂરનને કિંગ્સ ઇલેવન પંજાબે પોતાની સાથે જોડ્યો હતો. પૂરનની બેઝ પ્રાઇસ 75 લાખ રૂપિયા હતી અને તેને 4.20 કરોડ રૂપિયામાં ખરીદી લીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવેસ્ટ ઇન્ડીઝ અન્ય ખેલાડી અને ઓપનર બેટ્સમેન શિમરોન હેટમેયરને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ 4.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. મહત્વપૂર્ણ છે કે આ હરાજીમાં હેટમેયરની બેઝ પ્રાઇસ 50 લાખ રૂપિયા હતી. તાજેતરમાં ભારતના પ્રવાસ દરમિયાન હેટમેયરે 50થી વધુની એવરેજથી વન ડે સિરીઝમાં 259 રન બનાવ્યા હતા.
વેસ્ટ ઇન્ડીઝના સ્ટાર ઓલ રાઉન્ડર કાર્લોસ બ્રેથવેઇટને કોલકાતા નાઇટ રાઇડર્સે 5 કરોડમાં ખરીદ્યો હતો. બ્રેથવેઇટની બેઝ પ્રાઇસ 70 લાખ રૂપિયા હતી. મહત્વપૂર્ણ છે કે બ્રેથવેઇટ તે જ ખેલાડી છે જેને વર્ષ 2016ની ટી-20 વર્લ્ડકપમાં વેસ્ટ ઇન્ડીઝને અંતિમ ઓવરમાં ચેમ્પિયન બનાવ્યું હતું. આ પહેલા બ્રેથવેઇટ આઇપીએલમાં દિલ્હી ડેરડેવિલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ માટે પણ રમી ચુક્યો છે.
જયપુરઃ આઈપીઓલ 2019ની હરાજીમાં અનેક ખેલાડીઓના નસીબ બદલાઈ ગયા છે. આ યાદીમાં કેટલાક યુવા તો કેટલાક દિગ્ગજ સામેલ છે. ભારતની સાથે સાથે વિદેશના ખેલાડીઓના નસીબ બદલાઈ ગયા છે. વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓ પર પણ કરોડો રૂપિયાનો વરસાદ થયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -