નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રિમિયર લીગની 11મી સીઝનની અંતિમ લીગ મેચમાં ચેન્નઇ સુપરકિંગ્સે કિંગ્સ ઇલેવન પંજાબને પાંચ વિકેટથી કરાવ્યું હતું. પંજાબને પ્લે ઓફમાં પહોંચવા માટે આ મેચ 53 રનથી વધારે માર્જિનથી જીતવાની જરૂર હતી પરંતુ શરૂઆતમાં વિકેટો ઝડપ્યા બાદ પંજાબ ચેન્નઇની વિકેટો ઝડપી શકી નહોતી. પંજાબની હાર સાથે રાજસ્થાન રોયલ્સ પ્લે ઓફમાં પહોંચી ગઇ હતી.
પંજાબે પ્રથમ બેટિંગ કરતા ચેન્નઇને જીતવા માટે 154 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ચેન્નઇ તરફથી સુરેશ રૈનાએ અણનમ 61 રનની ઇનિંગ રમી ટીમને જીત અપાવી હતી. મેચની અંતિમ ઓવરમાં બોલક દીપક ચહરે પણ 39 રનની આક્રમક ઇનિંગ રમી હતી. પંજાબ તરફથી અશ્વિન અને અંકિત રાજપૂતે બે-બે વિકેટ ઝડપી હતી.
આ અગાઉ ચેન્નઇના એનગિડીએ 10 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. શાર્દુલ ઠાકુર અને ડ્વેન બ્રાવોએ બે-બે વિકેટ ઝડપી હતી. ચેન્નઇના બોલરો સામે પંજાબનો એક પણ બેટ્સમેન ટકી શક્યો નહોતો. પંજાબે એક સમયે ફક્ત 16 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ ડેવિડ મિલરના 24,મનોજ તિવારીના 35 અને કરુણ નાયરના 54 રનની મદદથી પંજાબ 153 રનનો સ્કોર કરી શક્યું હતું.