ધોનીના નામે નોંધાયો આ ખાસ રેકોર્ડ, IPLમાં આ કારનામું કરનાર એકમાત્ર ક્રિકેટર બન્યો
વાનખેડે સ્ટેડિયમમાં રમવામાં આવેલ આ મેચમાં હૈદરાબાદના 140 રનના જવાબમાં એક સમયે ચેન્નાઈએ પોતાની આઠ વિકેટ 113 રન પર ગુમાવી દીધી હતી, પરંતુ પ્લેસીસે 18મી ઓવરમાં 20 રન બનાવ્યા અને 19મી ઓવરમાં 17 રન ફટકારી ચેન્નાઈને જીતની નજીક પહોંચાડી દીધુ, અને પછી છેલ્લી ઓવરના પહેલા બોલે છગ્ગો ફટકારી ચેન્નાઈને બે વિકેટે શાનદાર જીત અપાવી દીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેન ઓફ ધ મેચ ડુ પ્લેસિસેએ ક્વોલિફાય મેચમાં 42 બોલમાં 67 રનની અણનમ પારી રમી પહેલી ક્વોલિફાય મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ પાસેથી જીતને છીનવી ચેન્નાઈ સુપર કિંગ્સને આઈપીએલની 11મી સિઝનમાં ફાઈનલમાં જગ્યા અપાવી દીધી છે.
ધોની આ પહેલા 2008, 2010, 2011, 2012, 2013 અને 2015માં ચેન્નાઈ સુપર કિંગ્સમાં રમીને આઈપીએલની ફાઈનલમાં પહોંચ્યો હતો. જ્યારે ગત વર્ષે વર્ષ 2017માં રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ તરફથી રમીને પણ તે ફાઈનલમાં પહોંચ્યો હતો.
જોકે આ મેચ ચેન્નાઈની સાથે કેપ્ટન એમ એસ ધોની માટે પણ ખાસ રહ્યો હતો. ધોની આ જીત સાથે 8મી વખત આઈપીએલની ફાઈનલમાં પહોંચવાવાળો પ્રથમ ખેલાડી બન્યો છે. તે આવું કરનાર પહેલો એકમાત્ર ખેલાડી છે.
નવી દિલ્હીઃ ચેન્નઈ સુપરકિંગ્સે બે વર્ષ સુધી પ્રતિબંધનો સામનો કર્યા બાદ આઈપીએલ 2018માં ધમાકેદાર વાપસી કરી છે. ધોની બ્રિગેડ અત્યાર સુધી વિરોધી ટીમો પર સંપૂર્ણ રીતે હાવી થઈ છે અને તેની અસર મંગળવારે પણ જોવા મળી હતી જ્યારે ક્વોલીફાય મેચમાં તેણે સનરાઈઝર્સ હૈદ્રાબાદને 2 વિકેટે હાર આપીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -