આ તેના 9 વર્ષની ક્રિકેટ કારકિર્દીમાં પ્રથમ જાહેરાત છે. ખાસ વાત એ છે કે પોતાના નામ પ્રમાણે દેશની સૌથી વિશ્વાસપાત્ર બેન્કે આ જાહેરાત માટે પસંદગી કરી છે. પૂજારાને ટીમ ઇન્ડિયાનો બીજો રાહુલ દ્રવિડ માનવામાં આવે છે.
આ જાહેરાતમાં તેની પત્ની પૂજા પણ છે. પત્ની સાથે જાહેરાત કરનાર પૂજારા વિરાટ કોહલી પછી બીજો ક્રિકેટર બન્યો છે. આ પહેલા સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, વીરેન્દ્ર સેહવાગ, ધોની, યુવરાજ વગેરેનો જાહેરાત વર્લ્ડમાં દબદબો રહ્યો છે પણ પોતાની પત્ની સાથે જોવા મળ્યા ન હતા. વિરાટ કોહલીએ આ ધારણા તોડી હતી પણ તેની પત્ની અનુષ્કા શર્મા બોલિવુડની મોટી હસ્તી છે.