પૂજારાએ 187 બોલનો સામનો કરી 8 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 100 રન બનાવ્યા હતા. બાદમાં પૂજારા રિટાયર્ડ હર્ટ થયો હતો. તે સિવાય રોહિત શર્માએ પણ 68 રનની ઇનિંગ રમી હતી. ઉપરાંત લોકેશ રાહુલે 36, પંતે 33 રન બનાવી આઉટ થયા હતા. દિવસના અંતે હનુમા વિહારી 37 અને જાડેજા એક રન પર અણનમ હતા.
ભારતની શરૂઆત સારી રહી નહોતી. મયંક અગ્રવાલ 12 રન બનાવી આઉટ થયો હતો. બાદમાં લોકેશ રાહુલ પણ 36 રને પેવેલિયન ભેગો થઇ ગયો હતો. રહાણે પણ એક રન પર આઉટ થતાં ભારતને ત્રીજો ઝટકો લાગ્યો હતો. પરંતુ બાદમા રોહિત અને પૂજારાએ ચોથી વિકેટ માટે 132 રનની ભાગીદારી કરી ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. સદી બાદ પૂજારા ઇજાગ્રસ્ત થતા તેને મેદાનની બહાર જવુ પડ્યુ હતું. દિવસના અંતે પંતે કેટલાક સારા શોર્ટ્સ રમ્યા હતા પરંતુ તે 33 રન બનાવી આઉટ થયો હતો.