જે બાદ ચીફ સિલેક્ટર પ્રસાદને પૂછવામાં આવ્યું કે, વર્લ્ડકપ ટીમમાં અંબાતિ રાયડૂને કેમ સામેલ ન કરવામાં આવ્યો ? જેના પર પ્રસાદે કહ્યું, જ્યારે રાયડૂને ટી-20 પ્રદર્શનના આધારે વન ડેમાં પસંદ કરવામાં આવ્યો ત્યારે પસંદગીકર્તાઓને આલોચનાનો શિકાર બનવું પડ્યું.
પરંતુ તે બાદ અમે રાયડૂને લઈ ઘણો વિચાર કર્યો. જ્યારે રાયડૂ યો-યો ફિટનેસ ટેસ્ટમાં ફેલ ગયો હતો ત્યારે અમે ફિટનેસ પ્રોગ્રામ કરાવ્યો. કેટલાક કોમ્બિનેશનના કારણે તે વર્લ્ડ કપ ટીમમાં પસંદ ન થઈ શક્યો. આ કારણે સિલેક્શન કમિટીએ પક્ષપાત કર્યો તેમ ન કહી શકાય. આ ઉપરાંત ચીફ સિલેક્ટરે અંબાતિ રાયડૂના 3D ચશ્માવાળા ટ્વિટ પર વ્યંગ કરતાં કહ્યું કે, રાયડૂનું ટ્વિટ ઘણું શાનદાર હતું અને મને તે સારું લાગ્યું.
દોઢ વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં વાપસી થઈ આ ખેલાડીની, કરિયર બચાવવાની છે અંતિમ તક, જાણો વિગત
વર્લ્ડકપ ટીમમાં સામેલ આ ખેલાડીને વિન્ડિઝ પ્રવાસમાં ટીમમાં ન મળ્યું સ્થાન, જાણો વિગત