એન્ટિગાઃ ભારત સામે રમાનારી ત્રણ ટી20 મેચોની સીરીઝની પ્રથમ બે ટી20 મેચો માટે વેસ્ટ ઇન્ડિઝ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. પણ આ ટીમમાં વેસ્ટ ઇન્ડિઝનો વિસ્ફોટક ઓપનર ક્રિસ ગેલનો સમાવવામાં નથી આવ્યો. હવે તેને લઇને ખાસ સમાચાર સામે આવ્યો છે, ક્રિસ ગેલ હાલમાં ફિટ છે છતાં ભારત સામેની ટી20 મેચો નથી રમવાનો.

રિપોર્ટ અનુસાર, 3જી અને 4થી ઓગસ્ટે તારીખે ક્રિસ ગેલ ગ્લૉબલ ટી20 કેનેડા લીગ, ફ્લૉરિડા કાઉન્ટીમાં રમવાનો છે, આ જ તારીખે ભારત સામે પણ પ્રથમ બે ટી20 મેચ રમાવવાની છે, જેથી ફીટ હોવા છતાં ભારત સામે નથી રમવાનો. ઉલ્લેખનીય છે કે, ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામે 3જી, 4થી અને 6ઠ્ઠીએ ત્રણ ટી20 મેચો રમવાનું છે.



ભારતીય ટીમ વિન્ડિઝ પ્રવાસ દરમિયાન 3 ટી-20, 3 વન ડે અને 2 ટેસ્ટ મેચ રમશે. પ્રથમ બે ટી20 મેચો માટે કેરેબિયન ટીમમાં 14 ખેલાડીમાં દિગ્ગ્જ ઓલરાઉન્ડર કેરોન પોલાર્ડ અને સુનીલ નારેનની ટીમમાં વાપસી થઈ છે.



પ્રથમ બે ટી-20 મેચ માટે કેરેબિયન ટીમ....
જોન કેમ્પબેલ, ઇવિન લ્યુઇસ, શિમરોન હેટમાયર, નિકોલસ પૂરાન, કેરોન પોલાર્ડ, રોમેન પોવેલ, કાર્લોસ બ્રેથવેટ(કેપ્ટન), કિમો પોલ, સુનિલ નરેન, શેલ્ડન કોટ્રેલ, ઓશ્ના થોમસ, એન્થોની બ્રેમ્બલે, આન્દ્રે રસેલ, ખૈરી પિર્રે