24 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, જુનાગઢ, પોરબંદર તેમજ દીવમાં મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે. આ ઉપરાંત, આણંદ, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ કચ્છમાં વરસાદ પડવાની સંભાવના છે. જોકે આ વિસ્તારના ખેડૂતો માટે ખરાબ સમાચાક આવ્યા છે. જેમાં ઉત્તર ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના બાકીના ભાગોમાં વાતાવરણ સામાન્ય રહેશે તેવી સંભાવના છે.
25 જુલાઈએ દક્ષિણ ગુજરાત તેમજ દમણ, દાદરા અને નગર હવેલીમાં સારો વરસાદ પડી તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રના બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દીવ સિવાય આણંદ, ખેડા, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદ પડી શકે છે.
26મી જુલાઈએ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા, સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે. આણંદ, ખેડા, અરવલ્લી અને સાબરકાંઠામાં પણ આ દિવસે વરસાદ પડી શકે છે.
27 અને 28 જુલાઈએ દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલા અપર એર સરક્યુલેશનને કારણે ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી સાર્વત્રિક વરસાદ થાય તેવી સંભાવના છે.