ટોરેન્ટોઃ વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેસ્ટમેન ક્રિસ ગેઇલે સોમવારે કેનેડામાં ગ્લોબલ ટી 20 લીગમાં માત્ર 54 બોલમાં પોતાની તોફાની ઈનિંગ રમી હતી. જેને વરસાદની જેમ વરસતા 12 છગ્ગાઓ સાથે પોતાનું તોફાની શતક પુરુ કર્યું હતું. 39 વર્ષીય ક્રિસ ગેઇલે એકવાર ફરી બતાવી દીધું છે કે, તે ટી-20 મેચના ક્રિકેટના બાદશાહ છે.


ટી-20 ક્રિકેટ પછી બાદશાહ ખેલાડી ક્રિસે ગેઇલને એકવાર ફરી સાબિત કરી દીધું છે કે, તેઓ યૂનિવર્સ ક્રિકેટના બૉસ છે. કેનેડામાં ચાલી રહેલી ગ્લોબલ ટી-20 મેચમાં આ બેટ્સમેને સોમવારે તોફાની બેટીંગ કરતા શતક બનાવ્યું હતું. તેણે માત્ર 54 બોલમાં 122 રન ખડકી દીધા હતા. જેમાં 12 છગ્ગાઓ અને 7 ફોર સામેલ છે.

ગેઇલની આ તોફાની બેટીંકના સહારે વૈનકૌવર નાઈટે મૉન્ટ્રિયલ ટાઈગર્સ સામે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 276 રનનો તોતિંગ સ્કોર બનાવ્યો હતો. જો કે, ખરાબ મોસમના કારણે બીજી ઈનિંગ રમાઈ નહોતી. જેથી બન્ને ટીમોને એક એક અંક મળ્યા હતા. તોફાની ઈનિંગ પછી આ મેચમાં રીયલ વરસાદી તોફાન આવ્યું હતું. જેથી આ મેચ પુરી થઈ શકી નહોતી.

વર્લ્ડકપ દરમિયાન જાડેજા-ધોનીની ઝાટકણી કરવી માંજરેકરને પડી ભારે, લાગ્યો તગડો ફટકો, જાણો વિગત

બિહારમાં TikTok વીડિયો બનાવવાનું યુવકને પડ્યું ભારે, આ રીતે થયું મોત, જાણો વિગતે