નવી દિલ્હીઃ મુસ્લિમ મહિલાઓને ત્રણ તલાકમાંથી આઝાદી અપાવતું ત્રિપલ તલાક બિલ લોકસભામાં પાસ થયા બાદ આજે રાજ્યસભામાં પણ પાસ થયું હતું. બિલ પાસ થવાના કારણે મોદી સરકારની મોટી જીત થઈ છે.

રાજ્યસભામાં ત્રણ તલાક બિલ પર ચર્ચા થયા બાદ સેલેક્ટ કમિટી પાસે મોકલવાના પ્રસ્તાવ પર વોટિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસ્તાવ 100ના મુકાબલે 84થી પડી ગયો હતો. જેથી બિલ પાસ થવાનો પ્રસ્તાવ એકદમ સરળ થઈ ગયો હતો. બિલની તરફેણમાં 99 અને વિરોધમાં 84 વોટ પડ્યા હતા. ભાજપે તેના તમામ સાંસદોને વ્હીપ જાહેર કરી ગૃહમાં હાજર રહેવા અને બિલને સમર્થન કરવાનો આદેશ આપ્યો હતો.


આ પહેલા લોકસભામાં બિલ પાસ થયું હતું. લોકસભામાં બિલની તરફેણમાં 303 અને વિરુદ્ધમાં 82 વોટ પડ્યા હતા. કોંગ્રેસ, ડીએમકે, એનસીપી, ટીડીપી અને જેડીયુ દ્વારા આ બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો.


મોદી સરકારની મોટી જીત, રાજ્યસભામાં પાસ થયું ત્રિપલ તલાક બિલ

વર્લ્ડકપ દરમિયાન જાડેજા-ધોનીની ઝાટકણી કરવી માંજરેકરને પડી ભારે, લાગ્યો તગડો ફટકો, જાણો વિગત

બિહારમાં TikTok વીડિયો બનાવવાનું યુવકને પડ્યું ભારે, આ રીતે થયું મોત, જાણો વિગતે