ક્રિસ ગેલની વધુ એક ધમાકેદાર ઇનિંગ, નોંધાવ્યો વધુ એક રેકોર્ડ
ગેઈલ જ્યારે આ મેચમાં 22 રન પર હતો ત્યારે શાકિબ અલ હસને તેને જીવનદાન આપ્યું હતું. આ મેચમાં મેકુલમ સાથે 201 રનની અણનમ ભાગીદારી પણ કરી હતી. ટી20માં કરાયેલી આ સૌથી વધુ પાર્ટનરશીપ છે. આ ભાગીદારીની મદદથી ગેઇલની ટીમે 206/1નો સ્કોર બનાવ્યો હતો.
લીગના ફાઇનલ મુકાબલામાં આ ધમાકેદાર ઇનિંગના લીધે તે ટી20માં 11 હજાર રન બનાવનાર પહેલો ખેલાડી બન્યો છે. તેણે 320 મેચમાં આ સિદ્ધી મેળવી હતી. ગેઈલની પાછળ ન્યૂઝિલેન્ડનો પૂર્વ કેપ્ટન બ્રાન્ડન મેકુલમ છે. જેના 309 મેચમાં 8526 રન છે.
નવી દિલ્હીઃ કેરેબિયન ધુરંધર બેટ્સમેન ક્રિસ ગેલના નામે વધુ એક રેકોર્ડ નોંધાઈ ગયો છે. મેદાન પર જ્યારે પણ ગેલ બેટિંગ કરે છે ત્યારે કોઈને કોઈ રેકોર્ડ બને છે. આ વખતે તેણે બાંગ્લાદેશ પ્રીમિયર લીગના ફાઈનલમાં રેકોર્ડનો વરસાદ કર્યો છે. ધમાકેદર બેટિંગ માટે જાણીતા ગેલે બાંગ્લાદેશ પ્રીમિયર લીગની ફાઈનલમાં ટી-20 ક્રિકેટની એક જ ઇનિંગમાં સૌથી વધારે છગ્ગા ફટકારવાનો રેકોર્ડ નોંધાવ્યો છે. જ્યારે ટી20માં 11 હજાર રન કરનાર પ્રથમ બેટ્સમેન બની ગેયો છે.
ગેઈલે બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં પોતાની ટીમ રંગપુર રાઇડર્સ માટે રમતાં માત્ર 69 બોલમાં 146 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં રંગપુર રાઇડર્સ માટે રમતાં 18 છગ્ગા અને પાંચ ચોગ્ગા જડ્યાં હતાં. ગેઇલના ટી20 ક્રિકેટમાં હવે 819 છગ્ગા થઇ ગયાં છે. તે બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં 100 છગ્ગા લગાવનાર પહેલો બેટ્સમેન પણ બન્યો છે.