CM રૂપાણીની સભામાં હોબાળો કરનાર શહીદની દિકરી રૂપલ તડવીને મળ્યા રાહુલ ગાંધી
આ ઘટનાને લઈને રાહુલ ગાંધીએ મુખ્યમંત્રી પર પ્રહાર કરતા ટ્વિટ કરી કહ્યુ હતું કે, ‘પરમ દેશભક્ત રૂપાણીજીએ શહીદની પૂત્રીને સભાથી બહાર કાઢી મૂકી માનવતાને શર્મસાર કર્યું, 15 વર્ષથી પરિવારને મદદ નથી મળી રહી, માત્ર વાયદા મળ્યા.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ: નર્મદાના કેવડીયા ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેર સભામાં હોબાળો કરનાર શહીદ અશોક તડવીની દિકરી રૂપલ તડવી સાથે મંગળવારે રાહુલ ગાંધીએ એરપોર્ટથી બહાર આવી મુલાકાત કરી હતી. અને રાજ્ય સરકારથી તેમને થયેલી પેરશાનીઓ વિશે જણાવ્યું હતું. ભરતસિંહ સોલંકી પણ ત્યારે હાજર રહ્યા હતા.
કેવડિયા કોલોની ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેર સભામાં વસંતપુરા ગામના શહીદ અશોક તડવીની પુત્રી રૂપલે સરકારી પ્લોટ મેળવવા માટેની માંગણીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને દોડીને મંચ તરફ જવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે તરત જ સુરક્ષા અધિકારીઓ રૂપલને ઘેરી વળ્યાં હતાં અને ટીંગાટોળી કરીને બહાર લઈ ગયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -