નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ પ્રથમ વનડે મેચમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને વેસ્ટ ઇન્ડિઝના ધુરંધર બેટ્સમેન ક્રિસ ગેલ મસ્તી કરતા જોવા મળ્યા હતા. ત્યાર બાદ બીસીસીઆઈએ પણ વિરાટ કોહલી અને ક્રિસ ગેલની તસવીર ટ્વીટ કરી. જેમાં કોહલી અને ગેલ ડાન્સ કરતાં જોવા મળી રહ્યા હતા.

વિરાટ કોહલી અને ક્રિસ ગેલનો ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હકીકતે મેચ સમયે પડેલા વરસાદ બાદ જ્યારે બન્ને ટીમોના ખેલાડી મેદાન પર રમવા આવી રહ્યા હતા ત્યારે કોહલીએ ગેલની સાથે કેરેબિયાઈ સ્ટાઈલમાં ડાંસ કર્યો.


તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને ક્રિસ ગેલ વચ્ચે ખૂબ જુની મિત્રતા છે. આ બન્ને ખેલાડી લાંબા સમય સુધી આઈપીએલ ફ્રેન્ચાઈઝી રોયલ ચેલેન્જર્સ બેન્ગલુર માટે સાથે રમ્યા છે.