નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝના સ્ટાર બેટ્સમેન ક્રિસ ગેલની ગણતરી દુનિયાના સૌથી બેસ્ટ ખેલાડીઓમાં થાય છે. 41 વર્ષની ઉંમરમાં ક્રિસ ગેલે મોટામાં મોટા બૉલરોના છગ્ગા છોડાવવાની કાબેલિયત રાખે છે, પરંતુ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ચોથી ટી20 મેચમાં ગેલે બેટથી નહીં પરંતુ બૉલથી કમાલ કરીને બતાવ્યો છે. વિકેટ લીધા બાદ ગેલેનુ સેલિબ્રેશન એવુ હતુ કે ક્રિકેટના ફેન્સ તેના મુરીદ થઇ ગયા. 


ક્રિસ ગેલને કેપ્ટન કિરોન પોલાર્ડે બીજી ઓવરમાં જ બૉલિગમાં લગાવી દીધો. પોલાર્ડનો આ દાવ એકદમ સફળ રહ્યો. ગેલે પોતાના સ્પેલના પહેલા જ બૉલ પર રિઝા હેન્ડ્રિક્સની વિકેટ મેળવી લીધી. હેન્ડ્રિંક્સ ગેલના બૉલ પર મોટો શૉટ ફટકારવાની કોશિશ કરી રહ્યો હતો, અને આના ચક્કરમાં તે સ્ટમ્પ આઉટ થઇ ગયો. 


 




ખાસ વાત છે કે ક્રિસ ગેલનુ સેલિબ્રેશન વિશે પણ, ક્રિસ ગેલ વિકેટે મેળવ્યા બાદ કાર્ટવિલ કરતો દેખાયો. ગેલના આ સેલિબ્રેશનનો વીડિયો સોશ્યલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યો છે. ફાસ્ટ બૉલર ડેલ સ્ટેનને પણ ગેલનુ સેલિબ્રેશન પસંદ આવ્યુ, અને તેને યૂનિવર્સિલ બૉસને કૂલેસ્ટ ક્રિકેટર ગણાવી દીધો.


નંબર ત્રણ પર બેટિંગ કરી રહ્યો હતો ગેલ- 
ક્રિસ ગેલ વેસ્ટ ઇન્ડિઝની ટી20 વર્લ્ડકપ પ્લાનમાં સામેલ છે. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાઇ રહેલી સીરીઝમાં જોકે ક્રિસ ગેલની ભૂમિકામાં ફેરફાર કરવામાં આવ્યો છે. ક્રિસ ગેલ હવે ઓપનિંગ નથી કરી રહ્યો. ટીમ મેનેજમેન્ટે તેને નંબર ત્રણ પર શિફ્ટ કરી દીધો છે. આ પહેલા કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમતા ક્રિસ ગેલ નંબર ત્રણ પર બેટિંગ કરી રહ્યો હતો. 


ક્રિસ ગેલ જોકે નંબર ત્રણ પર કંઇક ખાસ પ્રદર્શન નથી કરી શક્યો, ચોથા ટી20 મેચમાં પણ ક્રિસ ગેલ માત્ર 7 રન બનાવી પેવેલિયન ભેગો થઇ ગયો હતો. ક્રિસ ગેલનુ જોકે ટી20 વર્લ્ડકપમાં સિલેક્શન લગભગ નક્કી છે. ક્રિસ ગેલ 2012 અને 2016માં વર્લ્ડકપ જીતનારી વેસ્ટ ઇન્ડિઝ ટીમનો પણ ભાગ રહી ચૂક્યો છે.