શમી શરમાળ છોકરો છે, જાણો સપોર્ટમાં આવેલા કૉચે શું કહીને શમીનો બચાવ કર્યો
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બૉલર મોહમ્મદ શમીની પત્ની હસીનજહાંએ મંગળવારે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ ફેસબુક પરથી એક પછી એક પૉસ્ટ શેર કરી શમી પર અન્ય મહિલાઓ સાથે સંબંધ રાખવાનો આરોપ લગાવ્યો છે. ત્યારબાદ તરતજ હવે શમીનો જવાબ પણ આવી ગયો છે અને હસીનજહાંનું સોશ્યલ મીડિયા એકાઉન્ટ ડિલીટ પણ થઇ ચૂક્યું છે.
પણ આ બધાની વચ્ચે શમીના કૉચ ખુદ મોહમ્મદ શમીના સપોર્ટમાં ઉતરી આવ્યા છે. ક્રિકેટર મોહમ્મદ શમીની ફેસબુક પૉસ્ટ પર પ્રતિક્રિયા આપતા શમીના કૉચ બદરુદ્દીને કહ્યું -'મોહમ્મદ શમી બહુજ શરમાળ અને ભીડભાડથી અલગ રહેનારો છોકરો છે. છોકરીઓ વાળી વાત તો એકદમ ખોટી છે. હું તેને સારી રીતે જાણું છું તે એવો નથી જેવી વાતો તેના વિશે તેની પત્નીએ પોતાની પૉસ્ટમાં લખી છે.'
શમીની પત્નીએ મંગળવારે સવારે નવ વાગ્યાથી લઇ એક વાગ્યા સુધી આ મામલે લગભગ અગિયાર પૉસ્ટ શેર અને રિશેર કરી હતી. જેમાં તેને મોહમ્મદ શમીના અન્ય મહિલાઓ સાથેના વૉટ્સએપ મેસેજિસને પણ સાર્વજનિક કર્યો હતા.
આ પછી જવાબમાં આજે મોહમ્મદ શમી સામે આવ્યા હતો. તેને પોતાના સોશ્યલ મીડિયા પેજ ટ્વીટર પર લખ્યું, 'હાય, હું મોહમ્મદ શમી છું, આ જેટલા પણ ન્યૂઝ અમારી પર્સનલ લાઇફ વિશે ચાલી રહ્યાં છે તે બધા ખોટા છે. આ કોઇ બહુ મોટું કાવતરું છે અને મને બદનામ કરીને મારી ગેમ ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.'
કૉચે વધુમાં કહ્યું કે, 'કોઇ વાત હતી તો સાથે બેસીને વાત કરવી જોઇતી હતી, મને નથી લાગતુ તેના પરિવારમાં કોઇ આવી વાત છે. હમણાં છેલ્લીવાર મારી વાત મોહમ્મદ શમી સાથે થઇ હતી ત્યારે તે આફ્રિકાના પ્રવાસે હતો, હવે વાત હશે તો ખબર પડશે. આમ તો મોહમ્મદ શમી આવો નથી.'