✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અન્ય મહિલાઓ સાથે સંબંધના આરોપ પર આ ભારતીય બોલરે કર્યો ખુલાસો, જાણો શું કહ્યું...

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Mar 2018 12:53 PM (IST)
1

સમગ્ર ઘટના મીડિયામાં સામે આવ્યા બાદ શમીએ ટ્વિટ પર સ્પષ્ટતા કરી. તેણે લખ્યું, ‘હાય, હું મોહમ્મદ શમી છું. મારા વ્યક્તિગત જીવન વિશે જે કંઈપણ ચાલી રહ્યું છે, તે બધું ખોટું છે. આ મારી વિરૂદ્ધ કોઈ મોટું ષડયંત્ર રચી રહ્યું છે, જે કોઈપણ આ કરી રહ્યું છે તેનો ઉદ્દેશ મને બદનામ કરવાનો અને મારી રમતને બગાડવાનો છે. જણાવીએ કે, શમીની અન્ય મહિલાઓ સાથેના વ્હોટ્સએપ મેસેજિસ તેની પત્નીએ જાહેર કર્યા છે.

2

ફેસબુક પોસ્ટ વિશે શમીની પત્નીએ કહ્યું કે શમી અનેક મહિલાઓ સાથે ગંદી અને અશ્લીલ વાતચીત કરે છે. તેણે કહ્યું કે, જ્યારે તેને શમીનો ફોન મળ્યો ત્યારે તો લોક્ડ હતો. પરંતુ ડિફરન્ટ પેટર્નનો ઉપયોગ કરવા પર ફોની પેટર્ન ખુલી ગઈ. આ રીતે હસીનજહાંને આ સંપૂર્ણ ઘટનાની ખબર પડી અને તે શમીના તમામ કોલ ડિટેલ્સ અને સ્ક્રીનશોટ્સ મેળવી શકી. શમીની પત્નીએ કહ્યું કે હવે તેના પર દબાણ કરવામાં આવી રહ્યું છે કે, તે આ તમામ પોસ્ટ્સ પોતાના ફેસબુક વોલ પરથી હટાવી દે.

3

હસીનજહાંએ મોહમ્મદ શમી અને તેના પરિવાર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે શમીએ તેનું શારીરિક અને માનિસક શોષણ કર્યું છે. હસીનહાંએ કહ્યું કે દક્ષિણ આફ્રીકા પ્રવાસ પરથી પરત ફર્યા બાદ શમીએ તેની સાથે મારપીટ કરી હતી. એટલું જ નહીં શમીની પત્નીએ આરોપ લગાવ્યો કે શમીના પરિવારે તેને જાનથી મારી નાખવની ધમકી આપી છે.

4

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર પત્ની દ્વારા અન્ય મહિલાઓ સાથે સંબંધ હોવાના આરોપ બાદ ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ આ મુદ્દે સ્પષ્ટતા કરી છે. મોહમ્મદ શમીએ ટ્વિટર પર પોતાનો બચાવ કરતાં આ તમામ વાતને બકવાસ ગણાવી છે. આ પહેલા તેની પત્ની હસીના જહાંએ સોશિયલ મીડિયા પર શમીના અન્ય મહિલાઓ સાથે સંબંધ હોવાના આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ હસીનાએ એબીપી સાથેની વાતચીતમાં પણ આ વાતનું સમર્થન કર્યું હતું.

5

આ તમામ મેસેજીસમાં મહિલાઓની તસવીર અને અશ્લીલ વાતોના મેસેજિસ પણ છે. જોકે તેમાંથી કોઈપણ પોસ્ટમાં શમીના નામની ઓળખ નથી થતી. પરંતુ તેની પત્નીએ એપીબી સાથે વાતચીતમા સ્પષ્ટતા કરી કે આ ફેસબુક એકાઉન્ટ તેનું જ છે અને શમી હાલમાં ધર્મશાલામાં છે.

6

શમીની પત્ની હુસ્નજહાંએ આ પોસ્ટની અંદર નાગપુર અને પાકિસ્તાન સાથે જોડાયેલ મહિલાઓનો ઉલ્લેખ કર્યો છે. એક મહિલા પાકિસ્તાનના કરાચીની રહેવાસી છે. આ પોસ્ટ્સની અંદર એ મહિલાઓના નામ સ્પષ્ટ જોવા મળે છે. જ્યારે બે અન્ય મહિલાઓનો પણ આ પોસ્ટમાં ઉલ્લેખ છે. જેમાંથી એક મહિલાની સાથે ખુદ શમી ઉભો જોવા મળે છે. જે સાંબાની હેવાસી છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • અન્ય મહિલાઓ સાથે સંબંધના આરોપ પર આ ભારતીય બોલરે કર્યો ખુલાસો, જાણો શું કહ્યું...
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.