નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના પૂર્વ વર્લ્ડ કપ વિજેતા ખેલાડી અને પૂર્વ કોડ ડેરેન લેહમન માટે સોમવારનો દિવસ ઘણો જ ચિંતાજનક રહ્યો. ઓસ્ટ્રેલિયામાં જારી બિગ બૈશ લીગ (બીબીએલ)માં બ્રિસ્બેન હીટને કોચિંગ આપી રહેલ લેહમનનું ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું. તેનું એકાઉન્ટ હેક કર્યા બાદ હેકરે આપત્તિજનક ટ્વીટ પણ કર્યું અને અમેરિકા-ઇરાનની વચ્ચે ચાલી રહેલ ગંભીર સ્થિતિને લઈને અજીબોગરીબ વાતો લખી.

હેકરે 49 વર્ષના લેહમેનના એકાઉન્ટથી પહેલી ટ્વીટ સાંજે 4 કલાકની આસપાસ કરી હતી. જે પછી તેનું નામ પણ બદલી નાખવામાં આવ્યું હતું.



લેહમેનના એકાઉન્ટથી ઈરાન વિરુદ્ધ અનેક ટ્વીટ કરવામાં આવી. આટલું જ નહીં કેટલીક ન્યૂઝ વેબસાઈટને પણ ટેગ કરવામાં આવી હતી. બ્રિસબેન હિટે થોડી વાર પછી ટ્વીટ કરી જેમાં લેહમેનના ટ્વીટર એકાઉન્ટના હેક થવાની જાણકારી આપવામાં આવી હતી. આ ફ્રેન્ચાઈઝીએ માફી પણ માગી હતી.

નોંધનીય છે કે કાસિમ સુલેમાની ઈરાનના અલ-કુદ્સ દળનો લીડર હતો અને બગદાદ એરપોર્ટ પાસે તેના કાફલા પર અમેરિકન ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં તેનું મોત થયું હતું.