Commonwealth Games 2022: બર્મિંગહામના એલેક્ઝાન્ડર સ્ટેડિયમ ખાતે એક ભવ્ય સમારોહ દરમિયાન કોમનવેલ્થ ગેમ્સ 2022ના સત્તાવાર ઉદ્ધાટનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન એલેક્ઝાન્ડર સ્ટેડિયમમાં હાજર પ્રિન્સ ચાર્લ્સે ગેમ્સની શરૂઆતની જાહેરાત કરી હતી. 22મી કોમનવેલ્થ ગેમ્સનો ઉદ્ધાટન સમારોહ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આ દરમિયાન એલેક્ઝાન્ડર સ્ટેડિયમમાં 30 હજારથી વધુ દર્શકો હાજર હતા.
કોમનવેલ્થ ગેમ્સ 2022ના ઉદ્ધાટન સમારોહ દરમિયાન પરેડ દરમિયાન સૌપ્રથમ ભાગ લેનાર ઓસ્ટ્રેલિયા હતું, જે કોમનવેલ્થ ગેમ્સની પરંપરા અનુસાર અગાઉની ગેમ્સનું યજમાન હતું. જે બાદ ઓશેનિયા ક્ષેત્રના દેશો, આફ્રિકા, અમેરિકા, એશિયા, કેરેબિયન અને અંતે યુરોપ મેદાનમાં આવતા જોવા મળ્યા.
બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ અને હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ ઓપનિંગ સેરેમનીમાં ભારત માટે ભારતના ધ્વજવાહક હતા. એલેક્ઝાન્ડર સ્ટેડિયમ ખાતે આયોજિત કોમનવેલ્થ ગેમ્સ 2022ના ઉદ્ઘાટન સમારોહમાં પી.વી. સિંધુ અને મનપ્રીત સિંહના નેતૃત્વમાં ભારતીય ટીમ પહોંચી હતી.
બીજી તરફ, કોમનવેલ્થ ગેમ્સ 2022ના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન બિસ્માહ મરુફે તેના દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. બિસ્માહ મરૂફ આ વર્ષની શરૂઆતમાં પુત્રીને જન્મ આપ્યા બાદ ક્રિકેટ વર્લ્ડ કપમાં પરત ફરી છે.
ઉલ્લેખનીય છે કે કોમનવેલ્થ ગેમ્સ 2022નું આયોજન 28 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી બર્મિંગહામના એલેક્ઝાન્ડર સ્ટેડિયમમાં કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન 215 એથ્લેટ્સ ભારતનું પ્રતિનિધિત્વ કરશે, જેઓ 19 રમતોમાં 141 ઇવેન્ટ્સમાં ભાગ લેશે.
દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે 'તમામ દેશવાસીઓ વતી હું કોમનવેલ્થ ગેમ્સ 2022 માટે ભારતીય ટુકડીને અભિનંદન આપું છું. મને ખાતરી છે કે આપણા ખેલાડીઓ તેમના શાનદાર પ્રદર્શનથી દેશને ગૌરવ અપાવશે.