CWG 2022 Live: કુશ્તીમાં ભારત માટે વધુ એક ગોલ્ડ, રવિ દહિયા બાદ વિનેશ ફોગાટે ગોલ્ડ જીત્યો
Commonwealth Games 2022: કોમનવેલ્થ ગેમ્સનો આજે નવમો દિવસ છે
બર્મિંગહામમાં ચાલી રહેલી 2022 કોમનવેલ્થ ગેમ્સમાં કુસ્તીમાં ભારતીય કુસ્તીબાજોનું પ્રભાવશાળી પ્રદર્શન આજે પણ ચાલુ છે. રવિ દહિયા બાદ ભારતની વિનેશ ફોગટે પણ બર્મિંગહામમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. વિનેશ ફોગાટે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલની હેટ્રિક ફટકારી છે.
ભારતીય કુશ્તીબાજ રવિ દહિયાએ બર્મિંગહામમાં ચાલી રહેલી 2022 કોમનવેલ્થ ગેમ્સમાં કમાલ કરી હતી. તેણે કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. તમને જણાવી દઈએ કે રવિ દહિયા પહેલીવાર કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહ્યો છે.
કુસ્તીમાં ભારતને વધુ એક મેડલ મળ્યો છે. આ વખતે ભારતની રેસલર પૂજા ગેહલોતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે ફ્રી સ્ટાઇલ 50 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પૂજાએ સ્કોટલેન્ડની ક્રિસ્ટેલ લેમોફેકને 12-2થી હરાવી. કુસ્તીમાં ભારતનો આ સાતમો મેડલ છે.
ભારતની જાસ્મીન મહિલા બોક્સિંગમાં ગોલ્ડ મેડલ જીતવાની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. મહિલાઓની 57-60 કિગ્રા વજન વર્ગમાં જાસ્મિનને ઈંગ્લેન્ડની જેમ્મા પેજ રિચર્ડસન સામે હારનો સામનો કરવો પડ્યો છે. જોકે આ હાર છતાં તેણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
નિકહત ઝરીને સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડની સવાના અલ્ફિયાને હરાવીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ જીત સાથે તેણે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે તે ગોલ્ડ મેડલ માટે મેચ રમશે.
ભારતની લૉન બૉલ્સ ટીમે સિલ્વર મેડલ જીત્યો હતો. તેમને ફાઇનલમાં ઉત્તરી આયરલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત તરફથી આ મેચ માટે સુનીલ બહાદુર, નવનીત સિંહ, ચંદન કુમાર સિંહ અને દિનેશ કુમાર મેદાનમાં હતા.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે કોમનવેલ્થ ગેમ્સ 2022ની સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને 4 રને હરાવ્યું છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે સ્મૃતિ મંધાનાની અડધી સદીની મદદથી ઈંગ્લેન્ડને 165 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 160 રન જ બનાવી શકી હતી.
શરત કમલ અને જી. સાથિયાનની જોડીએ શાનદાર પ્રદર્શન કર્યું અને મેન્સ ડબલ્સની ફાઇનલમાં જગ્યા બનાવી.
ભારતની મહિલા ટીમે 4X100m રિલેની ફાઇનલમાં પ્રવેશ કર્યો. દુતી ચંદ, હિમા દાસ, શ્રાબાની નંદા અને જ્યોતિ યારાજીની ચોકડી 44.45 સેકન્ડના સમય સાથે બીજા સ્થાને રહી હતી.
ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. તેણે ક્વાર્ટર ફાઇનલમાં મલેશિયાની જિન વેઇનને હરાવી
ભારતીય કુસ્તીબાજ નવીને શાનદાર પ્રદર્શન કરીને સેમિફાઇનલ જીતી લીધી હતી. તેણે ઈંગ્લેન્ડના ચાર્લી બાઉલિંગને હરાવ્યો છે. હવે નવીન ગોલ્ડ માટે મેચ રમશે.
ભારતની કુસ્તીબાજ પૂજા ગેહલોત મહિલાઓની ફ્રી સ્ટાઇલ 50 કિગ્રા વર્ગની સેમિફાઇનલમાં હારી ગઈ છે. તેણીને કેનેડાની મેડિસન પાર્ક્સે 9-6થી હાર આપી હતી. પૂજા હવે બ્રોન્ઝ મેડલ માટે રમશે.
રવિ કુમાર દહિયાએ ફ્રી સ્ટાઇલ 57 કિગ્રાની સેમિફાઇનલમાં પાકિસ્તાની કુસ્તીબાજ અલી અસદને હરાવ્યો હતો. રવિએ આ મેચ 14-4થી જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી.
બોક્સર નીતુ ફાઈનલમાં પહોંચી ગઈ છે. જેના કારણે ભારતનો વધુ એક મેડલ નિશ્ચિત થઈ ગયો છે. જો જીતશે તો ગોલ્ડ અને હારશે તો સિલ્વર મેડલ મળશે.
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને વધુ એક સિલ્વર મેડલ મળ્યો છે. પ્રિયંકા ગોસ્વામીએ મહિલાઓની 10000 મીટર રેસ વોકમાં સિલ્વર મેડલ જીત્યો છે. આ ખેલાડીએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા દેશને મેડલ અપાવ્યો. પ્રિયંકાએ 43:38.82માં રેસ પૂરી કરી. પ્રિયંકા ગોસ્વામીએ આ જીત સાથે ઈતિહાસ રચ્યો છે. કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે. મુઝફ્ફરનગરની આ એથ્લેટે કોઈ મોટા આંતરરાષ્ટ્રીય મંચ પર પ્રથમ વખત મેડલ જીત્યો છે.
બ્રેકગ્રાઉન્ડ
Commonwealth Games 2022: કોમનવેલ્થ ગેમ્સના નવમા દિવસની ભારતે શાનદાર શરૂઆત કરી છે. સિલ્વર મેડલથી ખાતું ખૂલ્યું છે.
આઠમા દિવસના અંતે ભારતની સ્થિતિ
9 ગોલ્ડ: મીરાબાઈ ચાનુ, જેરેમી લાલરિનુંગા, અંચિતા શ્યુલી, વિમેન્સ લૉન બોલ ટીમ, ટેબલ ટેનિસ મેન્સ ટીમ, સુધીર, બજરંગ પુનિયા, સાક્ષી મલિક, દીપક પુનિયા.
8 સિલ્વર: સંકેત સરગરી, બિંદિયારાની દેવી, સુશીલા દેવી, વિકાસ ઠાકુર, ભારતીય બેડમિન્ટન ટીમ, તુલિકા માન, મુરલી શ્રીશંકર, અંશુ મલિક.
9 બ્રોન્ઝ: ગુરુરાજા પૂજારી, વિજય કુમાર યાદવ, હરજિંદર કૌર, લવપ્રીત સિંહ, સૌરવ ઘોષાલ, ગુરદીપ સિંહ, તેજસ્વિન શંકર, દિવ્યા કાકરાન, મોહિત ગ્રેવાલ
- - - - - - - - - Advertisement - - - - - - - - -