Deepak Punia Wins Gold in CWG 2022: ભારતના દીપક પુનિયાએ બર્મિંગહામમાં ચાલી રહેલી 2022 કોમનવેલ્થ ગેમ્સમાં કમાલ કર્યો છે.  તેણે પુરુષોની 86 કિગ્રામાં પાકિસ્તાનના મોહમ્મદ ઇનામને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. કુસ્તીમાં આ ભારતનો ત્રીજો ગોલ્ડ છે. દીપક પુનિયા પહેલા બજરંગ પુનિયા અને સાક્ષી મલિકે ગોલ્ડ જીત્યો હતો.


 






દીપકે પાકિસ્તાની રેસલરને ટક્કર આપી


દીપક પુનિયાએ 2022ની કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અત્યાર સુધીનો સૌથી યાદગાર ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. તેણે ફ્રી સ્ટાઇલ 86 કિગ્રા વર્ગમાં પાકિસ્તાનના મોહમ્મદ ઇનામને હરાવીને આ સિદ્ધિ મેળવી હતી. ઇનામ સામે પૂનિયાએ જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. તેણે પાકિસ્તાની રેસલરને એક પણ તક આપી ન હતી. દીપકે આ મેચ 3-0થી જીતી લીધી હતી.


કુસ્તીમાં આ ભારતનો ત્રીજો ગોલ્ડ અને એકંદરે ચોથો મેડલ છે. આ પહેલા અંશુ મલિકે સિલ્વર, બજરંગ પુનિયાએ ગોલ્ડ અને સાક્ષી મલિકે પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.