કોમનવેલ્થ ગેમ્સ 2022નો પાંચમો દિવસ ભારત માટે ઘણો મહત્વનો રહેવાનો છે. ભારતે અત્યાર સુધીમાં કુલ નવ મેડલ જીત્યા છે અને તેમાંથી સાત મેડલ વેઈટલિફ્ટિંગમાં આવ્યા છે, પરંતુ ચોથા દિવસે ઘણા ખેલાડીઓએ ફાઇનલમાં પહોંચીને પોતાના મેડલ નિશ્ચિત કર્યા છે. આજે આ તમામ ખેલાડીઓના મેડલનો રંગ જાણી શકાશે. આ સંદર્ભમાં, આજનો દિવસ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મેન્સ ટેબલ ટેનિસ ટીમ અને મિક્સ્ડ બેડમિન્ટન ટીમ આજે ફાઇનલ મેચ રમશે, બંનેનો મેડલ નિશ્ચિત છે, પરંતુ ગોલ્ડ કે સિલ્વર એ નક્કી થવાનું છે.
ભારતની આજની ઈવેન્ટ્સ
બેડમિંટનઃ મિક્સ ટીમ ઈવેન્ટની ગોલ્ડ મેડલ મેચ રાત્રે 10 કલાકથી, બ્રોન્ઝ મેડલ મેચ બપોરે 3.30થી
ટેબલ ટેનિસઃ મેન્સ ટીમ ઈવેન્ટની ગોલ્ડ મેચ સાંજે 6.00 કલાકથી, બ્રોન્ઝ મેડલ મેચ બપોરે 3.30થી
એથ્લેટિક્સઃ મુહમ્મદ અનસ અને મુરલી શ્રીશંકર મેન્સ લોંગ જમ્પ, બપોરે 2.30 થી
- તેજસ્વીન શંકર, મેન્સ હાઈ જમ્પ, રાત્રે 12.03 કલાકથી
- મનપ્રીત કૌર, મહિલા શોટ પુટ, બપોરે 3.30થી
- નવજીત ધિલ્લોન અને સીમા પુનિયા, મહિલા ડિસ્ક્સ થ્રો, રાત્રે 12.52થી
હોકીઃ ભારત વિ ઈંગ્લેન્ડ મહિલા હોકી ગ્રુપ મેચ, સાંજે 6.30થી
વેઇટ લિફ્ટિંગઃ પુનમ યાદવ, 76 કિગ્રા વિમેન્સ મેડલ ઈવેન્ટ, બપોરે 2.00થી
- વિકાસ ઠાકુર. 96 કિગ્રા મેન્સ મેડલ ઈવેન્ટ, સાંજે 6.30 કલાકથી
- બાન્નુર એન ઉષા, 97 કિગ્રા વિમેન્સ મેડલ ઈવેન્ટ, રાત્રે 11.00 કલાકથી
બોક્સિંગઃ રોહિત ટોકાસ વિ અલ્ફ્રેડ કોટેય (ઘાના). વેલ્ટર વેટ રાઉન્ડ ઓફ 16 રાત્રે 11.45થી
સ્કવોશઃ સંજના કુરુવિલા વિ ફૈધા ઝફર (પાક), વિમેન્સ પ્લેટ સેમિ ફાઈનલ, રાત્રે 8.30થી
સ્વિમિંગઃ શ્રીહરિ નટરાજ, 200 મીટર સ્ટ્રોક બપોરે 3.04થી અદ્વૈત પાગે-1500 મીટર ફ્રિસ્ટાઈલ, સાંજે 4.10થી, કુશાગ્ર રાવત 1500 મીટર ફ્રિસ્ટાઈલ, સાંજે 4.28થી
પેરા સ્વિમિંગમાં સુયશ જાધવ અને નિરંજન મુકુંદનની 50 મીટર ફ્રિ સ્ટાઇલ એસ 7 ઈવેન્ટ બપોરે 12.46થી
સાઇક્લિંગઃ મીનાક્ષી, વિમેન્સ સ્ક્રાઈટ્ચ રેસ, બપોરે 2.37થી