Commonwealth Games 2022 live Updates: ભારત સ્વિમિંગમાં ઇતિહાસ રચી શકે છે, શ્રીહરિ નટરાજન આજે જીતી શકે છે ગોલ્ડ
બેડમિન્ટન ટીમે પાકિસ્તાનને 5-0થી હરાવ્યું હતું. જ્યારે ટેબલ ટેનિસની ટીમે પણ શાનદાર શરૂઆત કરી છે
બ્રેકગ્રાઉન્ડ
Commonwealth Games 2022: ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં રમાઈ રહેલ કોમનવેલ્થ ગેમ્સ 2022ની 28 જુલાઈથી શરૂઆત થઇ ગઇ છે. 29 જુલાઈ એટલે કે શુક્રવારે ભારતીય ખેલાડીઓએ સારુ પ્રદર્શન કર્યું. પ્રથમ દિવસે ભારતને મેડલ મળ્યો નથી, પરંતુ ખેલાડીઓએ પોતાના શાનદાર પ્રદર્શનથી ઘણી આશાઓ જગાવી છે.
બેડમિન્ટન ટીમે પાકિસ્તાનને 5-0થી હરાવ્યું હતું. જ્યારે ટેબલ ટેનિસની ટીમે પણ શાનદાર શરૂઆત કરી છે. આ સિવાય શ્રીહરિએ સ્વિમિંગમાં પણ સારુ પ્રદર્શન કર્યું છે. તેણે સેમિફાઈનલમાં પોતાનું શાનદાર પ્રદર્શન કરી ફાઇનલમાં સ્થાન મેળવું હતુ.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ ભારતે કોમનવેલ્થ સ્વિમિંગમાં માત્ર એક જ મેડલ જીત્યો છે. 2010માં પ્રશાંત કર્માકરે પેરા સ્વિમિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આવી સ્થિતિમાં આજે શ્રીહરિ ગોલ્ડ જીતીને ઈતિહાસ રચી શકે છે.
શ્રીહરિ 7મું સ્થાન મેળવીને ફાઇનલમાં પહોંચ્યો
21 વર્ષીય શ્રીહરિ નટરાજે પુરૂષોની 100 મીટર બેકસ્ટ્રોક ઈવેન્ટની સેમીફાઈનલમાં શાનદાર પ્રદર્શન કરીને 54.55 સેકન્ડમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. આ રીતે તેણે તેની ઈવેન્ટમાં એકંદરે 7મું સ્થાન મેળવ્યું અને આ રીતે તે ફાઈનલ માટે ક્વોલિફાય થયો. હવે મેડલ માટેની તેમની અંતિમ મેચ આજે (30 જુલાઈ) બપોરે 1.35 કલાકે યોજાશે.
બેંગલોરના રહેવાસી શ્રીહરિ સેમિફાઇનલમાં પ્રવેશ મેળવનાર પ્રથમ વ્યક્તિ હતો. તે ઇવેન્ટમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું, જ્યારે એકંદરે પાંચમો સૌથી ઝડપી સ્વિમર બન્યો હતો.
કુશાગ્ર અને સાજન પાસે હજુ મેડલની તક છે
આ વખતે શ્રીહરિ સિવાય સાજન પ્રકાશ અને કુશાગ્ર રાવત પણ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહ્યા હતા. કુશાગ્રે પ્રથમ વખત કોમનવેલ્થમાં ભાગ લીધો હતો, પરંતુ તે બંને સેમિફાઈનલમાં જગ્યા બનાવી શક્યા નહીં. કુશાગ્ર પુરૂષોની 400 મીટર ફ્રી સ્ટાઇલમાં 3:57.45ના સમય સાથે છેલ્લા સ્થાને રહ્યો હતો. જ્યારે સાજને પુરુષોની 50 મીટર બટરફ્લાયમાં 25.01 સેકન્ડનો સમય લીધો અને 8મું સ્થાન મેળવ્યું હતું.
જોકે, કુશાગ્ર અને સાજન પાસે હજુ પણ મેડલ જીતવાની તક છે. ખરેખર, હવે આ બંને સ્વિમર બીજી ઈવેન્ટમાં ભાગ લેશે. સાજન પુરુષોની 100 મીટર અને 200 મીટર બટરફ્લાય સ્પર્ધામાં ભાગ લેશે. જ્યારે કુશાગ્ર પુરુષોની 1500 મીટર ફ્રી સ્ટાઇલ અને 200 મીટર ફ્રી સ્ટાઇલમાં પ્રવેશ કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -