Commonwealth Games 2022 Medal Tally: બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાઈ રહી છે. આ ગેમ્સના પ્રથમ ત્રણ દિવસ પૂરા થઈ ગયા છે અને ભારતે 6 મેડલ જીત્યા છે. કોમનવેલ્થ ગેમ્સ 2022 માં ભારતનું મેડલ ખાતું ગેમ્સના પહેલા દિવસે ખુલ્યું ન હતું, પરંતુ તરત જ સંકેત સરગરે વેઈટલિફ્ટિંગમાં ભારત માટે પહેલો મેડલ જીત્યો, બીજા દિવસની રમતના અંત સુધીમાં, ભારતની મેડલ સંખ્યા ચાર થઈ ગઈ.
મેડલ ટેલીમાં કોણ છે ટોચ પર
કોમનવેલ્થ ગેમ્સ મેડલ ટેલીમાં 52 મેડલ સાથે ઓસ્ટ્રેલિયા પ્રથમ ક્રમે છે. ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધીમાં 22 ગોલ્ડ, 13 સિલ્વર અને 17 બ્રોંઝ મેડલ જીત્યા છે. બીજા ક્રમે રહેલા ઈંગ્લેન્ડે 11 ગોલ્ડ, 16 સિલ્વર અને 6 બ્રોઝ સહિત કુલ 34 મેડલ જીત્યા છે. ન્યૂઝીલેન્ડ 10 ગોલ્ડ, 5 સિલ્વર અને 4 બ્રોઝ સહિત 19 મેડલ સાથે ત્રીજા ક્રમે છે. સાઉથ આફ્રિકાએ 6 મેડલ સાથે ચોથા ક્રમે છે. સાઉથ આફ્રિકાએ 4 ગોલ્ડ, 1 સિલ્વર અ 1 બ્રોંઝ મેડલ જીતય્યો છે. કેનેડા 18 મેડલ સાથે પાંચમા નંબર પર છે. કેનેડાએ 3 ગોલ્ડ, 6 સિલ્વર અને 9 બ્રોંઝ મેડલ જીત્યા છે. જ્યારે ભારત 3 ગોલ્ડ, 2 સિલ્વર અને 1 બ્રોંઝ એમ 6 મેડલ સાથે છઠ્ઠા ક્રમે છે.
ભારતને તમામ મેડલ વેઈટલિફ્ટિંગમાં મળ્યા
નવાઈની વાત એ છે કે અત્યાર સુધી ભારતના તમામ મેડલ વેઈટલિફ્ટિંગમાં આવ્યા છે. CWG 2022માં ભારતે અત્યાર સુધીમાં 6 મેડલ જીત્યા છે, જેમાં ત્રણ ગોલ્ડ મેડલ, બે સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારત માટે પ્રથમ, સંકેત સરગરે સિલ્વર મેડલ જીત્યો, જ્યારે બીજો મેડલ ગુરુરાજા પૂજારીએ ભારતને અપાવ્યો. તેણે વેઈટલિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે જ સમયે મીરાબાઈ ચાનુએ ગોલ્ડ મેડલ અને બિંદ્યારાની દેવીએ સિલ્વર મેડલ જીત્યો હતો.
કોમનવેલ્થ ગેમ્સ 2022ના ત્રીજા દિવસે જેરેમી લાલરિનુંગાએ વેઈટલિફ્ટિંગમાં ભારતનો પાંચમો મેડલ જીત્યો. તેણે પુરુષોની 67 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ટુર્નામેન્ટમાં ભારતનો આ બીજો ગોલ્ડ મેડલ છે. અચિંત શિયુલીએ દિવસનો બીજો સુવર્ણ ચંદ્રક અને ભારત માટે આ ટુર્નામેન્ટનો ત્રીજો સુવર્ણ ચંદ્રક જીત્યો. તેણે 75 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.