India vs Ghana Men’s Hockey Commonwealth Games 2022: ભારતીય પુરૂષ હોકી ટીમે જીત સાથે તેમના અભિયાનની શરૂઆત કરી છે.  પ્રથમ મેચમાં ઘાનાને 11-0થી હરાવ્યું છે.  ભારતીય પુરૂષ હોકી ટીમે બર્મિંગહામમાં ચાલી રહેલી 2022 કોમનવેલ્થ ગેમ્સમાં જીત સાથે તેના અભિયાનની શરૂઆત કરી હતી. ભારતીય ટીમે પોતાની પ્રથમ મેચમાં ઘાનાને 11-0થી હરાવ્યું હતું. આ મેચમાં શરૂઆતથી જ ભારતે આક્રમક રમત દેખાડી અને શાનદાર જીત મેળવી છે.


હરમનપ્રીતે હેટ્રિક ફટકારી હતી


ઘાના સામેની આ મેચમાં ભારતના કુલ આઠ ખેલાડીઓએ ગોલ કર્યા હતા. ભારત માટે અભિષેક, હરમનપ્રીત, શમશેર સિંહ, આકાશદીપ સિંહ, જુગરાજ સિંહ, નીલકાંત શર્મા, વરુણ કુમાર અને મનદીપ સિંહે ગોલ કર્યા હતા. બીજી તરફ વાઇસ કેપ્ટન હરમનપ્રીતે ગોલની હેટ્રિક ફટકારી હતી.


 






તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે મેન્સ હોકીમાં ભારતના ગ્રુપમાં ઘાના સિવાય ઈંગ્લેન્ડ, વેલ્સ અને કેનેડાની ટીમો છે. ઘાના બાદ ભારતની આગામી મેચ આવતીકાલે એટલે કે સોમવારે ઈંગ્લેન્ડ સામે રમાશે. આ પછી ભારતીય ટીમ 3 ઓગસ્ટે કેનેડા અને 4 ઓગસ્ટે વેલ્સ સામે ટકરાશે.


ભારતીય પુરૂષ હોકી ટીમે તેમની પ્રથમ કોમનવેલ્થ ગેમ્સ સુવર્ણ ચંદ્રક જીતવાના અભિયાનમાં ઘાના સામે જંગી જીત નોંધાવી હતી. સુકાની મનપ્રીતની આગેવાનીમાં ભારતે 41 વર્ષ બાદ ગયા વર્ષે ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતે 2010 અને 2014માં સિલ્વર મેડલ જીત્યા હતા. ઓસ્ટ્રેલિયાના નિવાસી મુખ્ય કોચ ગ્રેહામ રીડના માર્ગદર્શન હેઠળ ભારતીય ટીમે વર્ષોથી ઘણો સુધારો કર્યો છે.