CWG 2022, Sushila Devi: જુડોની 48 કિગ્રાની ફાઇનલમાં ભારતની સુશીલા દેવી લિકમાબામનો મુકાબલો દક્ષિણ આફ્રિકાની માઇકેલા વ્હાઇટબોઇ સામે હતો. સુશીલાએ આ મેચ જીતીને સિલ્વર મેડલ કબજે કરી લીધો છે. સુશીલાએ સેમિફાઇનલમાં ઇપ્પોન ખાતે મોરિશિયસની પ્રિસિલા મોરેન્ડને હરાવી છે. તે પહેલા સુશીલાએ ક્વાર્ટર ફાઇનલમાં માલાવીની હેરિયેટ બોનફેસને હરાવી હતી.
27 વર્ષીય જુડોકા સુશીલા દેવીએ આ પહેલા પણ કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત્યો હતો, 2014 ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં આ ઈવેન્ટમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો. આ સાથે સુશીલા દેવી કોમનવેલ્થ ગેમ્સની જુડો ઈવેન્ટમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી.
જુડો ખેલાડીઓને 'જુડોકા' કહેવામાં આવે છે. જુડોમાં ત્રણ પ્રકારના સ્કોરિંગ હોય છે જેને ઇપ્પોન, વજા-આરી અને યુકો કહેવામાં આવે છે. ઇપ્પોન ત્યારે થાય છે જ્યારે ખેલાડી સામેના ખેલાડીને થ્રો કરે છે અને તેને ઉભો થવા દેતો નથી, ઇપ્પોન થવા પર એક ફૂલ પોઇન્ટ આપવામાં આવે છે અને ખેલાડી જીતી જાય છે. સુશીલા દેવીએ ઇપ્પોન દ્વારા જ સેમિફાઇનલ જીતી હતી.
ભારતનો વધુ એક મેડલ પાક્કો
ભારતીય બોક્સર અમિત પંઘલે વનઆટૂના નામરી બેરીને હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. અમિતે શાનદાર પ્રદર્શન કરતાં 5-0તી જીત મેળવી હતી. આ મુકાબલો 48-51 કિલો વર્ગનો હતો. જૂડોની રમતમાં ભારતની સુશીલા દેવીનું શાનદાર પ્રદર્શન રહ્યું છે. સુશીલા દેવીએ 48 કિલો ક્વાર્ટર ફાઈનલમાં મલાવીની હરેટ બોન્ફેસને હરાવી હતી.
અજય સિંહ ચોથા ક્રમે રહ્યો
ભારતનો અજય સિંહ વેઈટ લિફ્ટિંગમાં મેડલથી ચૂકી ગયો છે. 81 કિગ્રા કેટેગરીમાં તે ચોથા સ્થાને રહ્યો છે. કોમન વેલ્થ ગેમ્સમાં ભારતે લોન બોલમાં ન્યૂઝીલેન્ડને 16-13થી હાર આપીને મેડલ પાક્કો કર્યો છે. કોમન વેલ્થ ગેમ્સમાં ભારતે લોન બોલમાં ન્યૂઝીલેન્ડને 16-13થી હાર આપીને મેડલ પાક્કો કર્યો છે.
મેડલ ટેલીમાં કોણ છે ટોચ પર
કોમનવેલ્થ ગેમ્સ મેડલ ટેલીમાં 52 મેડલ સાથે ઓસ્ટ્રેલિયા પ્રથમ ક્રમે છે. ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધીમાં 22 ગોલ્ડ, 13 સિલ્વર અને 17 બ્રોંઝ મેડલ જીત્યા છે. બીજા ક્રમે રહેલા ઈંગ્લેન્ડે 11 ગોલ્ડ, 16 સિલ્વર અને 6 બ્રોઝ સહિત કુલ 34 મેડલ જીત્યા છે. ન્યૂઝીલેન્ડ 10 ગોલ્ડ, 5 સિલ્વર અને 4 બ્રોઝ સહિત 19 મેડલ સાથે ત્રીજા ક્રમે છે. સાઉથ આફ્રિકાએ 6 મેડલ સાથે ચોથા ક્રમે છે. સાઉથ આફ્રિકાએ 4 ગોલ્ડ, 1 સિલ્વર અ 1 બ્રોંઝ મેડલ જીતય્યો છે. કેનેડા 18 મેડલ સાથે પાંચમા નંબર પર છે. કેનેડાએ 3 ગોલ્ડ, 6 સિલ્વર અને 9 બ્રોંઝ મેડલ જીત્યા છે. જ્યારે ભારત 3 ગોલ્ડ, 2 સિલ્વર અને 1 બ્રોંઝ એમ 6 મેડલ સાથે છઠ્ઠા ક્રમે છે.