Valsad : વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર કપરાડામાં ફૂડ પોઇઝનિંગની ઘટના બની છે. સમગ્ર મામલે તમામ પરિવારજનોને સી.એચ.સી સુથારપાડા ખસેડવામાં આવ્યા હતા,  જ્યાં સારવાર દરમિયાન 2 બાળકોનું મોત થયા છે. 


વલસાડના અંતરિયાળ વિસ્તારો એવા કપરાડાના વિરક્ષેત્ર ગામમાં આવેલ કામવેરી ફળિયાના એક  પરિવારે ભાત અને કરચલાનું શાક આરોગ્યું હતું, જેને કારણે તમામ પરિવારજનોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી. 


ફૂડ પોઇઝનિંગ અસર થતા પરિવારના તમામ છ વ્યક્તિઓને નજીકમાં આવેલ સુથારપાડા સીએચસી ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ત્રણ વર્ષીય બાળકી અને છ વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે પરિવારના અન્ય લોકો સારવાર હેઠળ છે. સમગ્ર મામલે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.


વલસાડમાં લમ્પી વાયરસનો પ્રથમ કેસ નોંધાયો
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત બાદ હવે દક્ષિણ ગુજરાતમાં લમ્પી વાયરસની એન્ટ્રી થઇ છે. દક્ષિણ ગુજરાતમાં સુરતમાં લમ્પી  વાયરસના બે કેસો નોંધાયા હતા. હવે વલસાડ જિલ્લામાં લમ્પી વાયરસનો કેસ નોંધાતા વલસાડનું પશુપાલન વિભાગ દોડતું થયું છે. મળતી માહિતી મુજબ વલસાડમાં 5  પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો દેખાયા હતા. 


આ 5  પશુઓના સેમ્પલ લઇ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યાં હતા, જેમાંથી એક પશુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હાલ આ ગાય સારવાર હેઠળ છે. આ સાથે આજુબાજુના તમામ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


બે દિવસ પહેલા ગત 30 જુલાઈએ વલસાડ જિલ્લામાં લમ્પી વાયરસનો પ્રથમ સંકાસ્પદ કેસ નોંધાયો હતો. વલસાડ જિલ્લાના ભાગડાવાડા ગામમાં એક વાછરડીમાં લમ્પી વાયરસના  શંકાસ્પદ લક્ષણો દેખાયા હતા. પશુપાલન વિભાગની પશુચિકિત્સા વિભાગ ટીમે સ્થળ પર જઈને સેમ્પલ લેવા સહીતની કામગીરી કરી હતી.


આ પણ વાંચો : 


મોટા સમાચાર : પશ્ચિમ રેલવે અંતર્ગત અમદાવાદ ડિવિઝનની 11 લોકલ મેમુ-ડેમુ ટ્રેનો ફરી શરૂ થશે, જુઓ ટ્રેનોનું લિસ્ટ


Lumpy Virus: ગુજરાતના 20 જિલ્લામાં પશુઓમાં લમ્પી વાયરસ ફેલાતાં ફફડાટ, પશુપાલકો આ નંબર કરો ડાયલ